Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

પી.એમ.કેર્સ ફંડ વેબસાઈટમાંથી પી.એમ.નરેન્દ્ર મોદીનો ફોટો હટાવો : ત્રણ સિંહની મુદ્રા તથા રાષ્ટ્ર ધ્વજ પણ હટાવો : કોંગ્રેસ પાર્ટી મેમ્બરની બોમ્બે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી : નામદાર કોર્ટે કેન્દ્ર સરકારનો ખુલાસો માંગ્યો : 25 ઓક્ટોબરના રોજ સુનાવણી

મુંબઈ : પી.એમ.કેર્સ ફંડ ટ્રસ્ટ વેબસાઈટમાંથી પી.એમ.નરેન્દ્ર મોદીનો ફોટો હટાવવા તથા ત્રણ સિંહની મુદ્રાનું પ્રતીક  તેમજ  રાષ્ટ્ર ધ્વજ પણ હટાવવા કોંગ્રેસ પાર્ટી મેમ્બર વિક્રાંત ચવાણે એ બોમ્બે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરી છે. તથા પી.એમ.કેર્સ ફંડ ટ્રસ્ટના નામમાંથી પ્રાઈમ મિનિસ્ટર શબ્દ હટાવવાની માંગ કરી છે. જેના અનુસંધાને નામદાર કોર્ટે કેન્દ્ર સરકારનો ખુલાસો માંગ્યો માંગ્યો છે.

ચવાણે કરેલી અરજીમાં જણાવાયું છે કે દેશના પ્રતીક અને નામનો ઉપયોગ કરવો તે બાબત ભારતના બંધારણ અને પ્રતીકના દુરુપયોગ કરવા સમાન છે.

પિટિશનમાં વિશેષમાં જણાવાયા મુજબ આપતકાળમાં લોકોને મદદરૂપ થવા માટે રચાયું છે.તેમાં લોકો પાસેથી સ્વૈચ્છિક ફાળો ઉઘરાવવામાં આવે છે.જેમાં સરકારનો કોઈ ફાળો નથી.ટ્રસ્ટમાં આવતી રકમ કેન્દ્ર સરકારની નથી કે આ રકમ સરકારમાં જવાની નથી.તેથી તેમાં પી.એમ.નું નામ કે દેશનું પ્રતીક ,કે રાષ્ટ્ર ધ્વજનો ઉપયોગ બંધારણના ભંગ સમાન છે.

ન્યાયમૂર્તિ એ.એ. સૈયદ અને એસ.જી. ડિગેની ખંડપીઠે આ મામલે ટૂંકમાં સુનાવણી કરી અને 25 ઓક્ટોબરે વધુ સુનાવણી માટે કેસ મુકતા પહેલા કેન્દ્રને અરજીનો જવાબ આપવાનો નિર્દેશ આપ્યો છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(11:17 am IST)