Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

કોરોના વાયરસ અંગેની ડબલ્યુએચઓની તપાસ પર વિશ્વભરમાં સવાલ

વૈશ્વીક સંસ્થાઓ પરથી ઉઠી રહયો છે દુનિયાનો ભરોસો : ડબલ્યુએચઓ ઉપરાંત વિશ્વ બેંકની શાખ પણ ખરડાઇ

નવી દિલ્હીઃ આખી દુનિયા લગભગ દોઢ વર્ષથી કોરોના મહામારીના સ્ત્રોત પર ચર્ચા કરી રહી છે. એક શંકા એવી પણ વ્યકત કરાઇ રહી છે કે કયાંક તે ચીનની કોઇ પ્રયોગશાળામાંથી તો બહાર નથી આવ્યો. આ શંકા વધવાનું કારણ એ છે કે ચીને વુહાનની સંદીગ્ધ પ્રયોગશાળામાં તપાસ માટે પ્રવેશ આપવાની શરૂઆતમાં ના પાડી હતી. ડબલ્યુએચઓના બેજવાબ વર્તને આ આશંકાઓને વધુ બળ આપ્યું. ત્યારે એવી ચર્ચા સામાન્ય હતી કે ડબલ્યુ એચઓના વડા ટેડ્રોસ અધાનોમ ચીની અહેસાનો હેઠળ દબાયેલા છે એટલે તે કોઇ સખત પગલા નહીં લે. જયારે ચીને તપાસ માટે ગયેલી ટીમ સાથે વિચીત્ર વહેવાર કર્યો ત્યારે આ શંકા વધુ મજબૂત બની.

કોરોના અંગેની ડબલ્યુ એચઓની તપાસમાં ચીની અવરોધો પર દુનિયાની કેટલીય મીડીયા સંસ્થાઓએ ખુલ્લો અવાજ ઉઠાવ્યો છે. જાપાની અખબારની સાન્કી શિંબુન એ આ તપાસને વૈજ્ઞાનિક નહીં પણ ગોટાળે ચડાવનારી ગણાવી. અને કહયું કે ટીમને સ્વતંત્ર રીતે લોકોને પુછતા અથવા મહત્વના સ્થળોએ જતા રોકવામાં આવી હતી. આ તપાસ નવેસરથી તપાસ થવી જોઇએ. આ અખબારે ડબલ્યુ એચઓની ટીમને ચીની રંગે રંગાયેલી ગણાવી અને તેની તપાસના પરિણામોને નકામા ગણાવ્યા. અધાનોમ સામે આંગળી ચીંધતા અખબારે કહયું કે તેણે ચીનને કલીનચીટ આપવામાં જે દેખાડી તેનાથી લોકોનો ભરોસો ડબલ્યુએચઓ પરથી ઉઠી ગયો છે.

ડબલ્યુએચઓ ઉપરાંત વિશ્વ બેંકની શાખ પણ હાલમાં બહુ ખરડાઇ છે. પોતાના 'ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ' રિપોર્ટ વિવાદમાં ઘેરાયા તૈયાર કરાયા હતા જેની આકરી ટીકા થઇ હતી. આનાથી ખબર પડે છે કે આ સંસ્થા કેવી રીતે સંચાલિત થાય છે. વિશ્વ બેંકના ઇતિહાસનો આ સૌથી કલંકિત અધ્યાય બન્યો છે.

(10:14 am IST)