Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

યા દેવી શકિતરૂપેણ સંસ્‍થિતાં

નોરતુ ૭ મું - દુષ્‍ટો માટે ભયાનક પરંતુ ભકત માટે વરદાન રૂપ માતા મહાકાલી

નવરાત્રી દરમ્‍યાન મા દુર્ગાના જાુદા જાુદા સ્‍વરૂપોનું પુજન અર્ચન કરવામાં આવે છે મા દુર્ગાનું સાતમુ સ્‍વરૂપ એટલે કાલરાત્રિ કે જે કાલી, મહાકાલી ભદ્રકાલી, ભૈરવી, દ્રદ્વાણી, ચામુંડા, દુર્ગા ચંડી એમ અનેક નામથી ઓળખાય છે. મા કાલરાત્રી કે કાલીનુ સ્‍વરૂપ રાત્રીના અંધકારની જેમ કાલુ છે તેમના વાળ વિખરાયેલા છે. માતાજીને ચાર હાથ છે જેમાં બે હાથમાં ગંડાસાવ્રજ છ.ે ત્રીજો હાથ વરમુદ્રામાં અને ચોથોહાથ અભયમુદ્રામાં છે. ભકતો પોતાના જીવનની અડચણો દુર કરવા માટે સાત કે નવ લીંબુની માળા માતાને અર્પણ કરે છે.
મા કાલીકા રૂપે પાવાગઢના સૌથી ઉચા શિખર પર જગત જનની મા સાક્ષાત મહાતશકિત રૂપે બિરાજમાન છે. દક્ષકન્‍યા મા સતિના જમણા પગનો અંગુઠો પડયો એટલે તેનુ નામ પાવાગઢ થયું અહીયા માં કાલીની દક્ષિણા મુખીમૂર્તિ છે ચૈત્રી અને આસો નવરાત્રીનું અહી અનેરૂ મહાત્‍મય છે. નવરાત્રીના નવેનવ દિવસ માતાજીને સુંદર શણગાર કરવામાં આવેછે સવારે ૬ વાગ્‍યે મંદિરના નિજ દ્વાર ખોલ્‍યા બાદ માતાજીને ચુંદડી સાડી પહેરાવ આરતી પુજા કરાય છ ે. બપોરે માતાજીને થાળ ધરાવાય છે અને સાંજે ૬ વાગ્‍યે આરતી બાદ દ્વાર બંધ કરવાાં આવે છે માઇભકતોને માટે ખાસ સુખડીનો પ્રસાદ તૈયાર કરાવવામાં આવે છે.
મા કાલરાત્રીનું સહુથી પ્રાચીન મંદિર બિહારના સારવા જિલ્લામાં ડુમરી ગામમાં આવેલું છે દેવીના કાલયત્રી ? કાલીસ્‍વરૂપથી તમામ રાક્ષસ, ભુત, પ્રેત, વિથાય અને નકાયત્‍મક ઉર્જાઓનો નાશ થાય છે.
અમદાવાદમાં ભદ્રના કિલ્લામાં બિરાજતા માં ભદ્રકાળી માતાને નગરદેવી તરીકે પુજવામાં આવે છે તે પણ કાલરાત્રી માતાનું સ્‍વરૂપ જ છે માતાજી નગરની રક્ષા કરતા હોવાનું મનાય છે. જેથી સમગ્ર શહેર પર તેમની નજર રહે એ રીતે માતાજીના મંદિરની રચના કરવામાં આવી છે મંદિરના કિલ્લા પર માતાજીના હાથની છાપ આજે પણ જોવામાં આવે છે. નવરાત્રી દરમ્‍યાન માતાજીને વિશેષ શણગાર કરવામાં આવે છે રાજા કણદેવે ૧૩મી સદીમાં આ મંદિરની સ્‍થાપના કરેલ માતાજીના પરચાનો અનુભવ થતા મુગલ સુબા આઝમખાન પણ દર નવરાત્રીમાં માતાજીને ચુંદડી ચડાવતો હતો.
ભગવાન સ્‍વામીનારાયણ અમદાવાદ આવ્‍યા ત્‍યારે તેમણે પણ માં મદ્રકાળીના દર્શન કરેલ હતા.
ભદ્રકાલી માતાજીના મંદિરે આઠમના દિવસનું અનેરૂ મહત્‍વ હોયછ.ે
પાવાગઢની પટરાણી મા કાલી અને અમદાવાદની નગર દેવી મા ભદ્રકાલી સહુતુ કલ્‍યાણ કરે.

દીપક એન. ભટ્ટ
મો. ૯૮રપ૧ પપ૩પ૪


 

(10:10 am IST)