Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

આઈફોન ઓર્ડર કરતા નિકળ્યો સાબુ

અનેક લોકો બની રહ્યાં છે, ઓનલાઈન શોપિંગમાં છેતરપીંડીનો ભોગ

નવી દિલ્હી,તા. ૧૩: આજના આધુનિક યુગમાં ઓનલાઈન ડિલીવરીનો ક્રેજ વધી રહ્યો છે. યંગસ્ટર્સથી લઈને મોટી ઉંમરના લોકો ફેસ્ટિવલ સિઝનમાં શોપિંગ કરે છે. જેમાં ઘણી વાર એવા કિસ્સાઓ પણ સામે આવે છે. ઓનલાઈન શોપિંગ કરતા જે વસ્તુ ઓર્ડર કરી હોચ એના બદલે બીજી વસ્તુ મળી હોય છે. આવા જ એક કિસ્સાએ દેશભરમાં ચર્ચા જગાવી છે.

ફેસ્ટિવલ સિઝનમાં ઓનલાઈન શોપિંગ માટે દ્યણી બધી ઈ-કોર્મસ વેબસાઈટ છે. ફિલ્પકાર્ટની ફેસ્ટિવલ સિઝન ચાલી રહી છે. આ સિઝનમાં ધણા બધા લોકો શોપિંગ કરે છે. ફિલ્પકાર્ટ દ્યણી બધી આર્કષક ઓફરનો લાભ લોકો લેતા હોય છે. એક યુવકે બિગ બિલીયન સેલમાં આઈફોન ખરીદી પર મોટા ડિસ્કાઉન્ટની ઓફર ચાલી રહી હોવાથી એપ પરથી  ઓર્ડર કર્યો હતો.

સિમરનજીત પાલ સિંહ નામના વ્યકિતએ આઈફોન૧૨નો ઓર્ડર કર્યો હતો અને આઈફોન૧૨ની કિંમત રૂ.૫૧,૯૯૯ હતી.જયારે આ ઓર્ડર મળ્યા પછી બોકસ ઓપન કર્યુ હતુ. પાર્સલ બોકસ ઓપન કરતા નિરમા કંપનીના  રૂ. ૫ કિંમતના બે સાબુ નિકળ્યા હતા. સાબુ જોઈને  સિમરન  ચોંકી ગયો હતો.

સિમરને ડિલીવરી બોયની સામે જ આ ઓર્ડર ઓપન કર્યો હતો.  ડિલીવરી બોયનો આર્ડર ન સ્વીકાર્યુ અને ઓટીપી નંબર પણ ના આપ્યુ હતુ.  સિમરન ગુસ્સે થયો હતો. ત્યારબાદ તેને ફિલ્પકાર્ટ  કંપનીના કસ્ટમર કેરમાં ફોન કરીને આખી ઘટના વિશે જણાવ્યું હતુ. કંપની તરફથી તરત જ રિસ્પોન્સ મળતા માફી માગવામાં આવી. ઓર્ડરની રિફંડ મની ટૂંકસમયમાં તેના બેંક ખાતામા જમા થઈ જશે.  ઈ-કોર્મસ વેબસાઈટની ડિમાન્ડ ખૂબ જ વધી રહી છે. કંપનીઓ ગ્રાહકોને લોભામણી ઓફર આપી રહી છે. આકર્ષક ઓફર જોઈને  ઓર્ડર કરે છે. કેટલીક વખતે આ પ્રકારના બનાવ બને છે.

(9:53 am IST)