Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

પાંચ વર્ષમાં ભાજપે ચૂંટણી પાછળ ૩૪૦૦ કરોડ : કોંગ્રેસે ૧૪૦૦ કરોડ ખર્ચયા

દેશની સાત રાષ્ટ્રીય અને ૧૧ પ્રાદેશિક પાર્ટીઓએ આ સમયગાળામાં ચૂંટણી પ્રચાર પાછળ ૬૫૦૦ કરોડનો સત્ત્।ાવાર ખર્ચ કર્યો છે : દેશની બે મોટી પાર્ટીઓએ કુલ ખર્ચના ૭૭ ટકા નાણાં વાપર્યા, ચૂંટણીની પબ્લિસિટી પાછળ ભાજપે ૨૦૦૦ કરોડ વાપર્યા છે

નવી દિલ્હી,તા. ૧૩: ભારતની ૧૮ રાજકીય પાર્ટીઓએ પાંચ વર્ષમાં ચૂંટણી પાછળ સત્ત્।ાવાર ૬૫૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે જે પૈકી એકમાત્ર ભાજપે કુલ ખર્ચના ૫૨.૫ ટકા એટલે કે ૩૪૦૦ કરોડ રૂપિયા ખર્ચી નાંખ્યા છે. આ ખર્ચ સાત રાષ્ટ્રીય અને ૧૧ પ્રાદેશિક પાર્ટીઓએ કર્યો છે.

૨૦૧૫થી ૨૦૨૦ દરમ્યાન દેશમાં આવેલી ચૂંટણીઓમાં આ ખર્ચ કરવામાં આવ્યો છે. ભારતના ચૂંટણી પંચને સોંપવામાં આવેલા રાજકીય પાર્ટીઓના ખર્ચના વાર્ષિક ઓડીટ રિપોર્ટમાં આ આંકડો સામે આવ્યો છે. જો કે આ આંકડો સત્ત્।ાવાર છે પરંતુ બિન સત્ત્।ાવાર અને નહીં નોંધાયેલા ખર્ચના આંકડા મૂળ રકમ કરતાં ચાર ગણા હોઇ શકે છે.

ફેકટ ચેકરના એનાસિસિસ રિપોર્ટમાં જણાવ્યું છે કે સાત રાષ્ટ્રીય પાર્ટીમાં ભાજપ, કોંગ્રેસ, બીએસપી, એનસીપી, સીપીઆઇ, સીપીએમ અને ટીએમસીનો સમાવેશ થાય છે, જયારે પ્રાદેશિક પાર્ટીઓમાં આમ આદમી પાર્ટી, એઆઇએમઆઇએમ, જનતાદળ યુનાઇટેડ, જનતાદળ સેકયુલર, અકાલીદળ, એઆઇએડીએમકે, ડીએમકે, શિવસેના, લોક જનશકિત પાર્ટી, વાઇએસઆર કોંગ્રેસ, તેલંગાણા રાષ્ટ્ર સમિતિ, સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય જનતાદળ સામેલ છે.

રિપોર્ટ પ્રમાણે પાંચ વર્ષમાં આવેલી ચૂંટણીમાં ભાજપે સૌથી વધુ ખર્ચ કર્યો છે. કુલ ખર્ચના ૩૬૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ એકલા ભાજપે કર્યો છે. મતલબ એ થયો કે દેશની તમામ પાર્ટીઓમાં સૌથી શકિતશાળી અને મજબૂત પાર્ટી તરીકે ભાજપ ઉભરી આવી છે. કોંગ્રેસે કુલ ખર્ચના ૨૧.૪૧ ટકા એટલે કે ૧૪૦૦ કરોડનો ખર્ચ કર્યો છે. દેશની કુલ ૧૮ પાર્ટીઓ પૈકી બે મોટી પાર્ટીઓએ કુલ ખર્ચના ૭૭ ટકા ખર્ચ કર્યો છે.

સમાજવાદી પાર્ટીએ ૩.૯૫ ટકા, ડીએમકે એ ૩.૦૬ ટકા, વાયએસઆર કોંગ્રેસે ૨.૧૭ ટકા, બીએસપીએ ૨.૦૪ ટકા અને ટીએમસીએ ૧.૮૩ ટકાનો ખર્ચ કર્યો છે. પાંચ વર્ષમાં ભાજપે પોતાના કુલ ખર્ચમાંથી એડવર્ટાઇઝમેન્ટ અને પબ્લિસિટી પાછળ ૨૦૦૦ કરોડનો ખર્ચ કર્યો છે. ઉમેદવારોને આર્થિક મદદ કરવા પાર્ટીએ ૧૧.૨૫ ટકા ખર્ચ કર્યો છે. મોરચા, રેલી અને આંદોલન પાછળ ૭.૨ ટકાનો ખર્ચ જોવા મળ્યો છે.

બીજી તરફ કોંગ્રેસે પાંચ વર્ષમાં પ્રચાર પાછળ ૪૦.૦૮ ટકા એટલે કે ૫૬૦ કરોડ અને ચૂંટણી દરમ્યાન યાત્રાઓ પાછળ ૧૭.૪૭ ટકા ખર્ચ કર્યો છે. પશ્યિમબંગાળમાં બહુમત સાથે સત્ત્।ામાં આવનારી ટીએમસીએ વિધાનસભાની ચૂંટણીના પ્રચાર પાછળ ૧૫૪.૨૮ કરોડનો સત્ત્।ાવાર ખર્ચ કર્યો છે. જો કે ભાજપે આ રાજયમાં કેટલો ખર્ચ કર્યો છે તેના આંકડા હજી પુરા પાડવામાં આવ્યા નથી.

(9:52 am IST)