Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

અચ્છે દિન...૨૦૨૨માં ભારતીય ઇકોનોમીનાં ડંકા વાગશે

આઇએમએફનો ધડાકો : ૨૦૨૨માં અમેરિકા-ચીન-જાપાન-રશિયા કરતા પણ વધુ હશે ભારતનો આર્થિક વૃધ્ધી દર : ૨૦૨૨માં ભારતની અર્થવ્યવસ્થા વિશ્વમાં સૌથી ઝડપથી આગળ વધશે : ભારતમાં વૃધ્ધી દર ૮.૫ ટકા રહેશે તો અમેરિકામાં આ દર ૫.૨ ટકા રહેશેઃ ભારત સિવાય કોઇ પણ દેશનો વૃધ્ધી દર ૬ ટકાથી ઉપર નહિ હોય

નવી દિલ્હી,તા. ૧૩: કોરોના સંકટના કારણે ગયા વર્ષે આર્થિક રીતે ઘણુ નુકશાન સહન કર્યા બાદ દેશમાં હવે સ્થિતી સુધરી રહી છે. આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ (IMF)એ આવતા વર્ષે એટલે કે ૨૦૨૨માં વિશ્વની સૌથી ઝડપી અર્થવ્યવસ્થાના સ્વરૂપમાં અનુમાન લગાડ્યુ છે કે ભારતમાં સૌથી ઝડપથી આર્થિક વૃધ્ધિ દર રહેશે.IMFના અનુમાન મુજબ ભારતમાં આ વૃધ્ધિ દર ૮.૫ ટકા સુધી પહોંચી શકે છે. જ્યારે અમેરિકામાં આ દર ૫.૨ ટકા રહેશે. ખાસ વાત એ છે કે ભારતને બાદ કરતા કોઇ પણ અન્ય દેશ આ વૃધ્ધિદર ૬ ટકાની નહિ વધે તેવું IMFનું અનુમાન છે.

આંતરરાષ્ટ્રીય નાણાંકીય ભંડોળ(IMF)એ આગામી વર્ષ ૨૦૨૨માં દુનિયાની સૌથી ઝડપી અર્થવ્યવસ્થાના રૂપમાં અનુમાન લગાવાયું છે કે ભારતમાં સૌથી ઝડપ આર્થિક વૃદ્ઘિ દર હશે. IMF દ્વારા મંગળવારે જાહેર કરાયેલા તાજા અનુમાન અનુસાર, ભારતની અર્થવ્યવસ્થાના વર્ષ ૨૦૨૧માં ૯.૫ ટકા અને ૨૦૨૨માં ૮.૫ ટકાના દરે વધવાની આશા છે.

ઉલ્લેખનીય છે કે અર્થવ્યવસ્થામાં નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન - ૭.૩ ટકાનો ઘટાડો આવ્યો હતો. જુલાઈમાં જાહેર થયેલા છેલ્લા અનુમાન પર સ્થિર રાખવામાં આવ્યું છે, જોકે આ એપ્રિલના અનુમાનના મુકાબલે ૧.૬ ટકા ઓછું છે.

IMF અને વિશ્વ બેંકની વાર્ષિક બેઠક પહેલા જાહેર થયેલા તાજા ડબ્લ્યૂઈઓના અનુસાર ૨૦૨૧માં સમગ્ર દુનિયાનો વૃદ્ઘિ દર ૫.૯ ટકા અને ૨૦૨૨માં ૪.૯ ટકા રહેવાનો અંદાજ છે.

અમેરિકાના આ વર્ષ ૬ ટકા અને આગામી વર્ષ ૫.૨ ટકાના દરથી વધવાનો અંદાજ છે. આ પૂર્વાનુમાન અનુસાર, ચીનની અર્થવ્યવસ્થા ૨૦૨૧માં ૮ ટકા અને ૨૦૨૨માં ૫.૬ ટકાના દરથી વધી શકે છે.

IMFના મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથે કહ્યું કે, તેમને જુલાઈના પૂર્વાનુમાનની તુલનામાં ૨૦૨૧ માટે વૈશ્વિક વૃદ્ઘિ અનુમાનને મામૂલી રીતે સંશોધિત કરી ૫.૯ ટકા કરી દેવામાં આવી છે અને ૨૦૨૨ માટે આ ૪.૯ ટકા પર યથાવત્ છે.

જો કે આ આંકડાની પાછળ અનેક ગરીબ દેશોના ગ્રોથમાં મોટાપાયે ઘટાડાનો અંદાજ છે. કોરોનાને કારણે અનેક દેશોની હાલત ખરાબ થઇ ગઇ છે. કેટલાક દેશોમાં સપ્લાય ડિસરપ્શનને કારણે અર્થતંત્ર પર વ્યાપક અસર થઇ છે. તેમણે કહ્યુ કે વિકસિત દેશોમાં ૨૦૨૨માં ગ્રોથ કોરોનાકાળ પહેલાની સ્થિતી પર આવી જશે અને ૨૦૨૪ સુધીામં તેના કારણ પણ ૦.૯ ટકા વધારો ગ્રોથ જોવાશે.

જો કે ઇમર્જિંંગ માર્કેટ અને વિકાસશીલ દેશોના ગ્રુપ (ચીનનો તેમાં સમાવેશ નથી)નો ગ્રોથ ૨૦૨૪માં કોરોનાકાળ પહેલા કરતાં ૫.૫ ટકા નીચો રહેવાનો અંદાજ છે.

(9:52 am IST)