Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

ગ્રીસના ક્રેટ ટાપુ પર રિક્ટર સ્કેલ પર 6.3ની તીવ્રતાનોં મહા ભૂકંપ

કેન્દ્રબિંદુ પૂર્વી ક્રેટના ઝાક્રોસ ગામથી લગભગ 23 કિમી પૂર્વમાં સમુદ્રમાં કેન્દ્રિત હતું

નવી દિલ્હી :ગ્રીસના ક્રેટ ટાપુ પર મંગળવારે ફરી એકવાર શક્તિશાળી ભૂકંપ આવ્યો. આ ભૂકંપનો આંચકો એક મહિનાથી પણ ઓછા સમયમાં ફરી આવ્યો છે. કોઈ નુકસાનના તાત્કાલિક અહેવાલ નથી. એથેન્સ જીઓડાયનેમિક ઇન્સ્ટિટ્યૂટે  જણાવ્યું હતું કે, ભૂકંપની તીવ્રતા 6.3 ની હતી અને તેનું કેન્દ્રબિંદુ પૂર્વી ક્રેટના ઝાક્રોસ ગામથી લગભગ 23 કિમી પૂર્વમાં સમુદ્રમાં કેન્દ્રિત હતું. મહત્વનું છે કે, ત્રણ અઠવાડિયા પહેલા એક શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેમાં ટાપુ પર એક વ્યક્તિનું મોત થયું હતું અને સેંકડો ઇમારતોને નુકસાન થયું હતું.

યુરોપિયન ભૂમધ્ય સિસ્મોલોજિકલ સેન્ટરનાજણાવ્યા અનુસાર ભૂકંપ બે કિમીની ઉંડાઈએ હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ફાયર બ્રિગેડને મદદ માટે તાત્કાલિક કોઈ ફોન આવ્યો ન હતો. એક ગ્રીક સિસ્મોલોજિસ્ટે કહ્યું કે, મંગળવારનો ભૂકંપ અન્ય ખામીને કારણે થયો હતો. ટાપુ પર આવેલા આ શક્તિશાળી ભૂકંપને કારણે અત્યાર સુધી કોઈ ઈજા કે નુકસાનની જાણ થઈ નથી. તે જ સમયે, એવું કહેવામાં આવ્યું છે કે ભૂકંપના આંચકા અનુભવાયા પછી લોકોએ સાવચેતીના ભાગ રૂપે ઘર ખાલી કર્યા અને બહાર આવ્યા હતા.

અગાઉ 27 સપ્ટેમ્બરે દક્ષિણ ગ્રીસના ક્રેટ ટાપુ પર બીજો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપની તીવ્રતા 5.8 હતી. તેના કારણે લોકોને પોતાનું ઘર છોડીને ભાગી જવું પડ્યું હતું. એથેન્સ જીઓડાયનેમિક સંસ્થાએ અહેવાલ આપ્યો છે કે, ભૂકંપનું કેન્દ્ર એરવીથી 23 કિમી ઉત્તર પશ્ચિમમાં સ્થિત હતું, જેની ઉંડાઈ 10 કિમી હતી.

આર્કલોહોરી ગામના મેયરે સ્કાય ટીવીને જણાવ્યું કે, ગામમાં બે ચર્ચ અને અન્ય ઇમારતોને નુકસાન થયું છે અને બે લોકો ફસાયા છે. ચર્ચમાં જાળવણીના કામ દરમિયાન ગુંબજ તૂટી પડ્યા બાદ ફસાયેલા લોકોમાંથી એક ગુંબજ નીચે ફસાઈ ગયો અને બીજો એક ઘરમાં ફસાઈ ગયો હચો. ગ્રીસમાં ભૂતકાળમાં તીવ્ર ભૂકંપના આંચકા અનુભવાયા હતા

(12:49 am IST)