Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

ફેસબુકની મોટી કાર્યવાહી : લેખિકા તસ્લીમા નસરીનનું આઈડી કર્યું બ્લોક

લેખિકાએ કહ્યું- ફેસબુકે એક બાળ બળાત્કારની વિરુદ્ધ મેં કરેલી પોસ્ટ પર મને બ્લોક કરી

નવી દિલ્હી : જાણીતી લેખિકા તસ્લીમા નસરીનને ફેસબુકે તેમનું આઈડી બ્લોક કરી દીધુ છે. એક પછી એક ટ્વીટ કરીને તેમને ફક્ત મહિલાઓનો મુદ્દો જ નહીં, પણ કટ્ટરપંથી ઈસ્લામ પર પણ સવાલો કર્યા હતા.

તસ્લીમા નસીરનનું ફેસબુક આઈડી બ્લોક થઈ ગયુ છે. જેને લઈને તેમણે કહ્યુ હતું કે, ફેસબુકે એક બાળ બળાત્કારની વિરુદ્ધ મેં કરેલી પોસ્ટ પર મને બ્લોક કરી દેવામાં આવી છે. બળાત્કારીઓએ કેટલાય લોકોને રિપોર્ટ કર્યા છે. ફેસબુકે મને બ્લોક કરીને તેમનું સન્માન કર્યુ છે

તેમણે આગળ જણાવ્યુ હતું કે, ફેસબુક અમારા માટે એક મંચ છે, જે સમાનતા અને ન્યાય માટે લડી રહ્યા છે. પણ એવુ લાગે છે કે, ફેસબુક આવા કટ્ટરપંથિયોના પક્ષમાં છે. કારણ કે તેમની સંખ્યા ખૂબ વધારે છે.અગાઉ પણ તસ્લીમાએ ટ્વીટ કરીને બાંગ્લાદેશમાં બળાત્કાર માટે મોતની સજા વિશે વાત કહી હતી. .

(9:28 pm IST)