Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

મોદી સરકારનો આદેશ : બોર્ડર પાર પાકિસ્તાની ડ્રોન દેખાય તો તોડી પાડવા સુરક્ષાદળોને નિર્દેશ

પાકિસ્તાની ડ્રોન એક હજાર ફૂટની ઉંચાઈ પર ઉડતુ જોવા મળશે તો ફૂંકી મારશે

નવી દિલ્હી : ભારતીય સીમા પર હવે પાકિસ્તાની ડ્રોન દેખાશે તો તેને તોડી પાડવા માટે સુરક્ષાબળના જવાનોને આદેશ આપી દેવાયા છે. મોદી સરકારે સુરક્ષાબળના જવાનોને પાકિસ્તાની ડ્રોન તોડી પાડવા માટે આદેશ આપ્યા છે. જો સીમા પર પાકિસ્તાની ડ્રોન એક હજાર ફૂટની ઉંચાઈ પર ઉડતુ જોવા મળશે તો ભારતીય સુરક્ષાબળના જવાનો તેને તોડી પાડશે.

હાલમાં જ પાકિસ્તાની સેનાની મદદથી આતંકવાદી સંગઠનોએ ડ્રોન દ્વારા પંજાબમાં હથિયારો અને ડ્રગ્સની સપ્લાઇ કરવાના મામલા સામે આવ્યા હતા, ત્યારબાદ ભારતીય સેનાને બોર્ડર પાર પાકિસ્તાનના ડ્રોન તોડી પાડવાની મંજૂરી મળી છે.

જમ્મૂ કાશ્મીર અને પંજાબથી જોડાયેલ પાકિસ્તાની બોર્ડર પર ભારતીય સેના અને બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના જવાનો તૈનાત છે. બીએસએફના જવાન અનેક વખત પાકિસ્તાની ડ્રોનને ઉડતા જોઇ ચૂક્યા છે. કેટલીક વખત પાકિસ્તાની ડ્રોન ભારતીય હવાઇ ક્ષેત્રમાં ઘુસણખોરૂ પણ કરે છે અને કેટલીક વખત સર્વેલન્સ જોઇને પરત પણ ચાલ્યા જાય છે.

(9:53 pm IST)