Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

દાઉદના માણસ સાથે પૂર્વ નાગરિક ઉડ્ડન મંત્રી પ્રફુલ્‍લ પટેલે જમીનની ડીલ કર્યાનું ખુલતા ઇડીએ તપાસ હાથ ધરી છે

નવી દિલ્‍હી : પૂર્વ નાગરિક ઉડ્ડયન મંત્રી પ્રફુલ્લા પટેલની કંપનીના દાઉદ ઇબ્રાહીમના એક સહયોગીની સાથે ફાઇનાન્સિયલ અને લેન્ડ ડીલ કરવાના મામલામાં ઇડી તપાસ કરી રહ્યું છે. આરોપ છે કે એનસીપી નેતા ફેમિલીની તરફથી પ્રમોટેડ કંપની અને 'મિર્ચી' નામથી કુખ્યાત દિવંગત ઇકબાલ મેમનની વચ્ચે ફાઇનાન્સિયલ ડીલ થઇ હતી. પટેલ ફેમિલીની તરફથી પ્રમોટેડ કંપની મિલેનિયમ ડેવલપર્સ પ્રાઇવેટ લિમિેટેડ અને મિર્ચી ફેમિલીની વચ્ચે લીગલ એગ્રીમેન્ટની ઇડીની તરફથી તપાસ ચાલી રહી છે.

સૂત્રોનું કહેવું છે કે આ ડીલમાં પટેલ ફેમિલીની કંપની મિલેનિયમ ડેવલપર્સને મિર્ચી ફેમિલીની તરફથી એક પ્લોટ આપ્યો હતો. આ પ્લોટ વર્લીમાં નહેરૂ પ્લેનેટેરિયમની સામે પ્રાઇમ લોકેશન પર આવેલ છે. આ પ્લોટ પર મિલેનિયમ ડેવલપર્સે 15 માળની કોમર્શિયલ અને રેસિડેન્શિયલ બિલ્ડિંગનું નિર્માણ કર્યું છે. તેનું નામ સીજે હઉસ રખાયું છે.

વીતેલા સપ્તાહમાં મુંબઇથી લઇને બેંગલુરૂ સુધી 11 લોકેશન્સ પર દરોડ દરમ્યાન જપ્ત કરાયેલા દસ્તાવેજોના આધાર પર ઇડી તપાસમાં લાગ્યું છે. ડિજિટલ પુરાવા, ઇમેલ, અને ડોક્યુમેન્ટસને સીઝ કર્યા બાદ એજન્સીએ હવે 18 લોકોના નિવેદન નોધ્યા છે. તેમાંથી એક દસ્તાવેજ એ પણ છે જેના મતે પટેલ ફેમિલીની કંપનીને ટ્રાન્સફર કરેલ પ્લોટ પહેલાં ઇકબાલ મેમનની પત્ની હજરા મેમનના નામ પર હતી.

એટલું જ નહીં આ પ્લોટના રીડેવલપમેન્ટને લઇ બંને પક્ષોની વચ્ચે થયેલ એગ્રીમેન્ટના દસ્તાવેજ પણ મળ્યા છે. 2006-07મા આ ડીલ પ્રમાણે સીજે હાઉસના બે માળના મેમણ ફેમિલીને આપ્યું. ઇડીના સૂત્રોનું કહેવું છે કે બિલ્ડિંગના આ બે ફ્લોર્સની કિંમત 200 કરોડ રૂપિયાની આસપાસ છે. પ્રફુલ્લ પટેલ અને તેમના પત્ની મિલેનિયમ ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડના શેરહોલ્ડર છે. સૂત્રોનું કહેવું છે કે તપાસમાં લાગેલ ઇડીની તરફથી પટેલ ફેમિલીના મેમ્બર્સને સમન્સ પાઠવી શકે છે.

ઇડીના સૂત્રોનું કહેવું છે કે આ લોકોને સ્વાભાવિક રીતે પૂછાશે કે આખરે બિલ્ડિંગના બે ફ્લોર હજરા મેમેનને કેમ આપ્યા. આ સિવાય આ ડીલમાં અન્ય કોઇ ફાઇનાન્સિયલ લેવડદેવડ અંગે પણ પૂછાશે.

(2:09 pm IST)