Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

ભારતીય અર્થતંત્ર મંદિ નહિ પણ ગંભીર કટોકટીમાંથી પ્રસાર થઇ રહ્ય઼ુ છે : કોર્પોરેટ જગતને ટેકસની રાહત અને ગરીબોને ઠેંગો જેવી ફાઇનાન્‍સ મીનીસ્‍ટરની કાર્યપ્રણાલીને વખોડતા કોંગ્રેસન વરિષ્‍ટ નેતા આનંદ શર્મા

નવી દિલ્હી: ઓગસ્ટમાં આઇઆઇપી આધારિત ઔદ્યોગિક ઉત્પાદન ઘટીને માઇનસ ૧.૧ ટકા થયું હોવાના જાહેર થયાના બીજા જ દિવસે કોંગ્રેસે દેશની આર્થિક મંદી માટે સરકારની ટીકા કરતા દાવો કર્યો છે કે નાણાકીય ખાધ જીડીપીના ૩.૩ ટકા નહીં પણ આઠ ટકા છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ દાવો કર્યો છે કે ભારતીય અર્થતંત્ર મંદીંમાંથી નહીં પણ ગંભીર કટોકટીમાંથી પસાર થઇ રહ્યું છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણા પ્રધાન નિર્મલા સિતારમણ આ સ્થિતિથી અજાણ છે.

શર્માએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું છે કે દેશના નાણા પ્રધાનને ઇકોનોંમીનો ઇ કે ફાઇનાન્સનો એફ પણ ખબર નથી. સ્થિતિની ગંભીરતાાથી અજાણ નાણા પ્રધાન ધનિક લોકોને ટેક્સમાં રાહત આપી રહ્યાં છે જ્યારે બીજી તરફ ગરીબોને કોઇ રાહત આપી રહ્યા નથી.

શર્માએ ગઇકાલે જાહેર થયેલા આઇઆઇપી આાૃધારિત ઔદ્યોગિક ઉત્પાદનનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે દેશમાં ઉત્પાદન ઘટી રહ્યું છે, માગ ઘટી રહી છે, નાના એકમો અને કંપનીઓ બંધ થઇ રહી છે.

(2:07 pm IST)