Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

પેરીસમાં મળનારી FATFની બેઠક બાદ પાકિસ્‍તાનના ભાવિનો અંદાજ નીકળશે : બ્‍લડલીસ્‍ટ પણ થઇ શકે

આવતીકાલે પેરિસમાં થનારી FATFની બેઠક બાદ પાકિસ્તાનનું ભાવિ નક્કી થશે. ઉલ્લેખનીય છે કે 27 પોઈન્ટના એક્શન પ્લાનમાંથી ફક્ત 6 પર પાકિસ્તાન ખરું ઉતર્યું છે. શક્ય છે કે આ બેઠકમાં પાકિસ્તાનને બ્લેક લિસ્ટ કરવામાં આવે. પાકિસ્તાને પોતાને બ્લેકલિસ્ટ થતાં બચાવવા માટે દુનિયાના અનેક દેશો પાસે મદદ માંગી છે. પીએમ ઈમરાન ખાનને આશા છે કે તુર્કી, ચીન અને મલેશિયા તેમને મદદ કરશે.

   FATFની બેઠક સોમવારથી શરૂ થશે

    પાકિસ્તાને આપવું પડશે આતંકીઓ વિરુદ્ધનું એક્શન

    ટેરર ફંડિગ અને મની લોન્ડ્રિંગ રોકવામાં નિષ્ફળ રહેશે તો થશે બ્લેક લિસ્ટ

    પડોશી દેશની અર્થવ્યવસ્થાને પડશે મોટો ફટકો

તમને જણાવી દઈએ કે FATF દ્વારા જૂન 2018માં પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં મૂકવામાં આવ્યો હતો અને તેને એક વર્ષનો સમય આપવામાં આવ્યો હતો. જેમાં 27 પોઇન્ટનો એક્શન પ્લાન આપવામાં આવ્યો હતો. જેમાં આતંકવાદી સંગઠનોને બેંકિંગ અને નોન-બેંકિંગ, કોર્પોરેટ અને નોન-કોર્પોરેટ ક્ષેત્રમાંથી નાણાંની લોન્ડ્રિંગ અને આતંકવાદી ધિરાણ અટકાવવાનાં પગલાં લેવામાં આવ્યાં હતાં. સૂત્રોએ જણાવ્યું છે કે પાકિસ્તાનના સિક્યોરિટીઝ એન્ડ એક્સચેંજ કમિશન દ્વારા તૈયાર કરાયેલા કમ્પ્લાયન્સ રિપોર્ટની તપાસ પાકિસ્તાનના આર્થિક બાબતોના પ્રધાન હમ્મદ અઝહર સમક્ષ કરવામાં આવશે.

(2:05 pm IST)