Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

જાપાનમાં હેજિબીસ તોફાનને લઇ સાવચેતી રૂપે ૭૩ લાખ લોકોનું સ્‍થળાંતર કરાયું : 80થી વધુ લોકો ઘાયલ

ટોક્યો : જાપાનમાં હગિબીસ તોફાન બાદ અધિકારીઓએ ભારે પૂર અને ભૂસ્ખલનની અનેક ઘટનાઓનો રિપોર્ટ આપ્યો છે. આ ઘટનાઓમાં ઓછામાં ઓછા 80થી વધુ લોકો ઘાયલ થયા છે અને અનેક ગુમ છે.

જાપાનમાં શક્તિશાળી વાવાઝોડું હગિબીસના કારણે ભારે તબાહી જોવા મળી રહી છે. અહીં વાવાઝોડાની ઝપટમાં આવવાથી ઓછામાં ઓછા 11 લોકોનાં મોત થયા છે.

વાવાઝોડું આવ્યા બાદ દેશના મોટા હિસ્સામાં અભૂતપર્વ વરસાદ પડ્યો, ત્યારબાદ પૂર આવી ગયું અને ભૂસ્ખલન થયું.

વાવાઝોડું આવતાં પહેલા અધિકારીઓએ તેના ભીષણ પ્રભાવને જોતાં અલર્ટનું સર્વોચ્ચ સ્તર જાહેર કર્યુ હતું અને અભૂતપૂર્વ વરસાદની ચેતવણી આપી હતી.

(2:00 pm IST)
  • રાજકોટના ભોંમેશ્વર વિસ્તારમાંથી આઠ વર્ષની માસુમ બાળાનું અપહરણ : ગાંધીગ્રામ પોલીસ દ્વારા આરોપીને શોધવા નાકાબંધી કરી ; અપહરણની ઘટના સીસીટીવમાં કેદ : access_time 11:27 pm IST

  • જાપાનમાં 60 વર્ષમાં આવેલ સૌથી ભયાનક વાવાઝોડામાં 10ના મોત:16 લાપતા :૭૩ લાખને સલામત સ્થળે ખસેડયા: ૧૦૦ લોકો ઘવાયા છે જેમાંથી અનેકની સ્થિતિ ગંભીર :180 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા હેજીબીસ વાવાઝોડાનો કહેર મચી ગયો : સાથે ભૂકંપથી ધરતી ધ્રૂજી ઊઠી access_time 8:37 pm IST

  • પશ્ચિમ બંગાળમાં દુકાનદારની ગોળી મારીને હત્યા : ભાજપે કહ્યું અમારો કાર્યકર્તા હતો : ભાજપના સાંસદે કહ્યું 1996થી ભાજપમાં સક્રિય હતા હરલાલ દેબનાથ : મૃતકની પત્નીએ કહ્યું દુકાનમાં સમાન લેવા આવ્યા હતા હુમલાખોરો : પોલીસ તપાસનો ધમધમાટ શરૂ access_time 1:02 am IST