Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

પ્રેમમાં કોઈ એક વ્યક્તિ દગો આપે તો અપરાધ નહીં, કોર્ટમાં આ મહિલાનો કિસ્સો સાંભળી ચોંકી ઉઠશો

 આજકાલ લોકો પ્રેમમાં પડીને દગો આપે છે ને પછી આત્મહત્યા સુધી વાત પહોંચી જતી હોય છે, ત્યારે અહીં તો એક પ્રેમીએ તેના પાર્ટનર પર કેસ કરી દીધો હતો. એક મહિલાએ પોતાના ભુતપુર્વ પ્રેમી પર કેસ કર્યો હતો કે મારી સાથે લગ્નનો વાયદો કરીને મને ભોગવીને પછી આ પુરુષે મને પડતી મુકી છે. તેમજ બીજી સ્ત્રી સાથે સંબંધ જોડ્યો હતો.

નીચલી અદાલતે આ સ્ત્રીની અરજી ફગાવી દીધી છે. આમ તો દર વખતે કોર્ટમાં સ્ત્રીઓને લઇને કોઇ ફરિયાદ આવે તો તેનો પક્ષ લેવામાં આવે છે. પણ અહી હાઇકોર્ટનું કહેવું છે કે, પરસ્પરની સંમતિથી કે અસંતિથી સેક્સ સંબંધ થયા પછી કોઇ વ્યક્તિ સંબધ તોડી નાખે તો કાયદાની દ્રષ્ટિએ એ વ્યક્તિ સજાપાત્ર નથી.

બે પ્રેમીઓ વચ્ચે સેક્સના સંબંધો હોય અને ત્યારબાદ બેમાંથી એક વ્યક્તિ બેવફાઇ કરે તો એ સજાપાત્ર અપરાધ બનતો નથી એવો ચોંકાવનારો ચુકાદો દિલ્હી હાઇકોર્ટે આપ્યો હતો. હાઇકોર્ટનું કહેવુ છે કે, મહિલાએ તેના પ્રેમી પર રેપનો આરોપ મુક્યો છે. પણ મેડિકલ તપાસ માટે ના પાડી દીધી હતી.

આ મહિલાએ લગ્નની લાલચ આપીને સંબંધ બાંધ્યો હોવાને લઇને કેસ નહોતો કર્યો પણ રેપ ને લઇને કેસ કર્યો જેનાથી તેની વાતોમાં પરસ્પર વિસંગતિ છે. જેનાથી આ કોઇ સજાપાત્ર અપરાધ નથી. જસ્ટિસ વિભુ ભાખરુએ કહ્યું કે 1990થી સંબંધો સ્થપાયા હતા. સેક્સ માટે સકારાત્મક, સભાન અને સ્વૈચ્છિક સંમતિ ન હોય તો સેક્સ સંબંધ બંધાય નહીં. આ કિસ્સામાં મહિલા પોતાનો આોપ પુરવાર કરી શકી નથી.

(11:36 am IST)