Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

બેઠકોના દોરની સાથે સાથે

તાજ ફિશરમેન કોવ હોટેલ ખાતે જોરદાર બેઠકો

મહાબલીપુરમ, તા. ૧૨ : તમિળનાડુના શહેર મમલ્લાપુરમ (મહાબલીપુરમ)માં ભારત અને ચીનની વચ્ચે ઉતારચઢાવવાળા સંબંધોમાં આજે એક નવા યુગની શરૂઆત થઈ હતી. બેઠકોના દોરની સાથે સાથે નીચે મુજબ છે.

*       ચીની પ્રમુખની બે દિવસની ઐતિહાસિક અને યાદગાર ભારત યાત્રા પૂર્ણ થઈ

*       બે દિવસની યાત્રા દરમિયાન ઝિગપિંગે મલ્ટીપલ સેસનમાં મોદી સાથે છ કલાકનો સમય ગાળ્યો

*       બંને દેશો સંબંધોને નવી ઉંચાઈ પર લઈ જવા સહમત થયા

*       ચીની પ્રમુખે મોદીને ચીન આવવા અને ત્રીજી અનૌપચારિક વાતચીત યોજવા આમંત્રણ આપ્યું

*       ચીની પ્રમુખને અતિકિંમતી ભેંટ અપાઈ

*       ચીની પ્રમુખ શી ઝિનપિંગની ભારત યાત્રાના બીજા દિવસે બેઠકોનો દોર જારી રહ્યો

*       સવારમાં જુદા જુદા કાર્યક્રમની વિધીવત રીતે શરૂઆત કરવામાં આવી

*       ચીની પ્રમુખ જિનપિંગ તેમની યાત્રાના બીજા દિવસે આજે સવારે કોવલામ માટે આઇટીસી ગ્રાન્ડ ચોલા હોટેલમાંથી રવાના થયા હતા

*       ચીની પ્રમુખ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોવલામમાં તાજ ફિસરમેન્સ કોવ હોટેલ ખાતે ગઇકાલે પ્રથમ બેઠક યોજ્યા બાદ આજે બીજી બેઠક યોજી

*       બંને નેતાઓએ પહેલા અલગ રીતે બેઠક યોજ્યા બાદ બંને નેતાઓ પ્રતિનિધીસ્તરની મંત્રણામાં સામેલ

*       સવારમાં પ્રતિનિધીસ્તરની વાતચીતમાં દ્ધિપક્ષીય સંબંધો પર ખાસ ચર્ચા થઇ

*       ચીની પ્રમુખના સન્માનમાં મોદીએ બપોરના ભોજનની વ્યવસ્થા કરી

*       ભારત આવ્યા બાદ ગઇઉકાલે  પ્રથમ દિવસે પ્રમુખ જિનપિંગનું ચેન્નાઈ વિમાની મથકે લાલ જાજમ બિછાવીને સ્વાગત કરાયુ હતુ

*       તમિળ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા

*       ભારત નાટ્યમના કલાકારોએ પણ આકર્ષણ જમાવ્યું હતુ

*       ભારત અને ચીનના ધ્વજ લહેરાવીને બાળકોએ જિનપિંગનું સ્વાગત કર્યું હતુ

*       મોદી હેલિકોપ્ટર દ્વારા જિનપિંગ પહોંચે તે પહેલા જ મહાબલીપુરમ ખાતે પહોંચી ગયા હતા

*       બંને નેતાઓ વચ્ચે પ્રથમ અનૌપચારિક બેઠક મોડેથી થઇ

*       આ મુલાકાત અનૌપચારિક હોવાથી હાવભાવમાં કોઇ પ્રોટોકોલ દેખાયા ન હતા

*       મહાબલીપુરમમાં મોદીએ જિનપિંગને ત્રણ ઐતિહાસિક સ્મારકો બતાવ્યા જેમાં અર્જુનની તપસ્યા સ્થળી, પંચરથ અને શૌર મંદિરનો સમાવેશ થાય છે

*       મોદી અને શી જિનપિંગ વચ્ચે સારી બોન્ડિંગ તમામ લોકોમાં જોવા મળી

*       બંને નેતાઓ જે બોલી રહ્યા હતા તે વેળા અનુવાદકો પોતાની ભાષામાં દર્શાવી રહ્યા હતા

*       કૃષ્ણા બટર બોલ ભ્રમણ ઉપર પણ બંને પહોંચ્યા

*       મિડિયાની સમક્ષ આવીને અલગ અંદાજ દર્શાવ્યો

*       બંને નેતાઓએ નારિયેળ પાણીની મજા પણ માણી

*       શૌર મંદિરમાં વિશેષતા દર્શાવતા મોદી નજરે પડ્યા જેમાં ગર્ભગૃહ અને શિવલિંગ સ્થાપિત છે

(12:00 am IST)