Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

કઠોળના ભાવને નિયંત્રણમાં રાખવા સરકાર દ્વારા આયાતની સમયમર્યાદામાં વધારો કરવા વિચારણા

૩૧ ડિસેમ્બર સુધી કઠોળની આયાતની સમયમર્યાદા વધારવાની માંગ

 

નવી દિલ્હી : કઠોળના વધતા ભાવને ધ્યાનમાં રાખીતા સરકાર કઠોળના આયાત માટે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં કઠોળની આયાત માટેની સમયમર્યાદામાં વધારો કરવા બાબતે વિચારી રહી છે.

 કઠોળના વેપારીઓના પ્રતિનિધિઓની શુક્રવારના રોજ દિલ્હીમાં વાણિજ્ય તેમજ ઉદ્યોગ મંત્રાલય હેઠળ ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ(DGFT)ના અધિકારીઓ સાથે બેઠક કરી હતી, જેમાં ઉદ્યોગપતિઓએ તેઓને તેમની મુશ્કેલીઓથી માહિતગાર કર્યા હતા.

બેઠક પછી, ઓલ ઇન્ડિયા પ્લસ મિલ એસોસિએશનના પ્રમુખ સુરેશ અગ્રવાલે કહ્યું કે, ડીજીએફટી અધિકારીઓને કહ્યું હતું કે, કેટલાક દેશોમાં તૂવેર અને અળદનો નવો પાક મોડેથી તૈયાર થાય છે. તેમને વધુમાં જણાવતાં કહ્યું કે, અમે સરકાર પાસેથી કઠોળની આયાતની સમયસીમા ૩૧ ઓક્ટોબરથી વધારીને ૩૧ ડિસેમ્બર, ૨૦૧૯ સુધી કરવાની માંગ કરી છે.

(1:01 am IST)