Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

મહારાષ્ટ્રની ચૂંટણીમાં દેવામાફીના મુદ્દે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને શરદ પવાર આમને-સામને

કોંગ્રેસ અને એનસીપીના 15 વર્ષના કાર્યકાળમાં અને હાલના 5 વર્ષના આંકડા જાહેર કરવા પડકાર

 

મુંબઈ : દેશમાં સૌથી વધુ ખેડૂતોનું દેવુમાફ મહારાષ્ટ્રમાં થયું છે. પ્રકારનો મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે દાવો કર્યો હતો દેવેન્દ્ર ફડણવીસે એક ચૂંટણી સભામાં કહ્યું કે, ભાજપ સરકાર હંમેશા ખેડૂતોની શુભેચ્છક રહી છે. અને 50 હજાર કરોડ રૂપિયાનું દેવું ખેડૂતોનું માફ કર્યું છે. એટલુ નહીં તેમણે પડકાર પણ ફેંક્યો કે, કોંગ્રેસ અને એનસીપીના 15 વર્ષના કાર્યકાળમાં અને હાલના 5 વર્ષના કાર્યકાળના આંકડા સામે લાવો. સૌથી વધુ 5 વર્ષમાં ખેડૂતોનું દેવુમાફ થયું છે.

તો ફડણવીસના દાવા બાદ એનસીપીના અધ્યક્ષ શરદ પવાર પણ મેદાને આવી ગયા. અને મહારાષ્ટ્રના સીએમના દાવાને હાસ્યાસ્પદ ગણાવ્યું. તેમણે કહ્યું કે, તેઓ છેલ્લા ઘણા સમયથી મહારાષ્ટ્રમાં ફરી રહ્યા છે. પરંતુ તેમણે દેવુમાફ કર્યું હોય તેવું ક્યાય જોયું નથી.

(11:25 pm IST)
  • અમદાવાદના ક્ષિતિજ ટુર્સ અને ટ્રાવેલ્સનો ઓફિસ,ઘર પર જીએસટીના સર્ચ ઓપરેશનમાં 90 લાખ રોકડ અને જવેલરી મળી : ઇન્કમટેક્સ વિભાગને જાણ કરાઈ : ગયા સપ્તાહે કરોડોની જીએસટી ચોરી 17 જેટલા ટુર ઓપરેટરો પાસેથી પકડાઈ હતી access_time 9:19 pm IST

  • ખતરનાક ડેન્ગ્યુના રોગચાળા માટે જામનગર એપી સેન્ટર બન્યું : છેલ્લા 13 દિવસમાં ડેન્ગ્યુના 629 પોઝિટિવ કેસ નોંધાયા access_time 11:00 pm IST

  • પશ્ચિમ બંગાળમાં દુકાનદારની ગોળી મારીને હત્યા : ભાજપે કહ્યું અમારો કાર્યકર્તા હતો : ભાજપના સાંસદે કહ્યું 1996થી ભાજપમાં સક્રિય હતા હરલાલ દેબનાથ : મૃતકની પત્નીએ કહ્યું દુકાનમાં સમાન લેવા આવ્યા હતા હુમલાખોરો : પોલીસ તપાસનો ધમધમાટ શરૂ access_time 1:02 am IST