Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

ન્યુયોર્કની કલબમાં ગોળીબાર : ચાર લોકોના મોત : એક મહિલા સહિત ત્રણ લોકો ઘાયલ

ન્યૂયોર્કના બ્રુકલીન સ્થિત 74 યૂટિકા એવેન્યૂમાં પ્રાઈવેટ સોશિયલ ક્લબમાં ગોળીબાર

અમેરિકાના ન્યૂયોર્કમાં શનિવારે ગોળીબારી થઈ છે જેમાં ચાર લોકોના મોત થયા હતા.જયારે ત્રણ લોકો ઘાયલ થયા છે ન્યૂયોર્ક સિટી પોલીસે જણાવ્યું કે આ ગોળીબારી ન્યૂયોર્કના બ્રુકલીન સ્થિત 74 યૂટિકા એવેન્યૂમાં થઈ હતી.

ન્યૂયોર્ક પોલીસના પ્રવક્તાએ જણાવ્યું કે આ ઘટના સ્થાનીય સમય અનુસાર સવારના 7 વાગ્યા બ્રુકલિનની નજીક વીક્સવીલે સ્થિત 74 યૂટિકા એવેન્યૂની છે. ઘટના સ્થળ પર ચાર લોકો મૃત હાલતમાં મળી આવ્યાં હતા.

  પ્રવક્તાએ જણાવ્યું કે આ ધટના એક મહિલા અને બે પુરૂષો, ત્રણ લોકો ગંભીર રીતે ધાયલ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર ગોળીબારી જ્યાં થઈ હતી તે સરનામું ગલીના ઓનલાઈન નક્શા પર એક પ્રાઈવેટ સોશિયલ કલ્બ સાથે જોડાયેલુ હતુ.

પોલીસના પ્રવક્તાએ  જણાવ્યું હતુ કે અત્યારે કોઈને એરેસ્ટ કરવામાં આવ્યાં નથી.ગોળીબારીની ઘટનામાં પણ ચાર લોકોના મોત થયા હતા  જ્યારે પાંચ લોકો ઘાયલ થઈ ગઈ હતી. સપ્ટેમ્બર મહિનામાં રાજધાની વોશિંગટન ડીસીમાં વ્હાઈટ હાઉસની નજીક ગોળીબારીની ઘટના થઈ હતી, જેમાં એક વ્યક્તિની મોત થઈ ગઈ હતી.

ચાર ઓગષ્ટના રોજ એક બંદુકધારીએ અમેરિકાના ટેક્સાસ પ્રાંતના એક શોપિંગ મોલમાં ફાયરિંગ કરી હતી. આ ઘટનામાં 20 લોકો મર્યા હતા, જ્યારે કેટલાંય લોકો ઘાયલ થઈ ગયા હતા. ત્યાં 12 ઓગષ્ટના રોજ શિકાગોની એક સ્ટ્રીટ પાર્ટીમાં પણ ફાયરિંગની ઘટના થઈ હતી.

(12:00 am IST)