Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

ટાટા મોટર્સ દ્વારા નવી કાર ભારતમાં લોન્ચઃ કોસ્‍મેટિક અપડેટ્સ અને નવા ફીચર્સ ઉપલબ્ધ

ટાટા મોટર્સે બુધવારે નવી દિલ્હીમાં એક ઈવેન્ટ દરમિયાન પોતાની 2018 Tigor ફેસલિફ્ટને ભારતમાં લોન્ચ કરી દીધી છે. કંપનીએ કારની શરૂઆતની કિંમત 5.20 લાખ રૂપિયા રાખી છે. નવી કારમાં ઘણા કોસ્મેટિક અપડેટ્સ અને નવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

કેટલી છે કિંમત

નવી ટાટા ટિગોરને પાંચ વેરિયન્ટ XE, XM, XZ, XZA, અને XZ+માં રજૂ કરાઈ છે. બેસ પેટ્રોલ વેરિયન્ટની શરૂઆતની કિંમત 5.20 લાખ રૂપિયા રાખવામાં આવી છે. તો ટોપ ડીઝલ વેરિયન્ટની કિંમત 7.38 લાખ રૂપિયા રખાઈ છે. તમને જણાવી દઈએ કે ઓટોમેટિક મેન્યુઅલ ટ્રાન્સમિશનનો ઓપ્શન ટોપ પેટ્રોલ વેરિયન્ટમાં આપવામાં આવ્યો છે. તેની કિંમત 6.65 લાખ રૂપિયા છે. બધી કિંમતો એક્સ-શો રૂમ દિલ્હીની છે.

નવી Tigorમાં મળશે અપડેટ્સ

નવી ટાટા ટિગોરની ઓવરઓલ ડિઝાઈન જૂના મોડલ જેવી રાખવામાં આવી છે. જોકે તેમાં ઘણા અપડેટ્સ આપેલા છે. નવી ટિગોરમાં એક્સટીરિયરમાં આપેલા અપડેટ્સની વાત કરીએ તો નવી ટિગોરમાં ડાયમંડ પેટર્ન ફ્રંટ ગ્રિલ, ડ્યુઅલ-ચેમ્બર પ્રોજેક્ટર હેડલેમ્પ્સ અને 15 ઈંચ ડ્યુઅલ ટોન અલોય વ્હીલ્સ આપેલા છે. સાથે નવી ટિગોરમાં ક્રિસ્ટલ ઈન્સ્પાયર્ડ LED ટેલ લાઈટ ક્લસ્ટર, શાર્ક ફિન એન્ટીના અને એક 36-LED હાર્ડ-માઉન્ટેડ સ્ટોપ લાઈટ આપેલી છે.

મજબૂત સ્ટીલમાંથી તૈયાર કરાઈ બોડી

ટિગોરના ઈન્ટીરીયરની વાત કરીએ તો અંદર ડ્યુઅલ-ટોન (બ્લેક-ગ્રે) થીમ આપેલી છે. ઈન્ટીરીયરમાં એન્ડ્રોઈડ ઓટો સાથે 7 ઈંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપેલી છે. સેફ્ટી માટે ડ્યુઅલ-ફ્રંટ એરબેગ્સ, ABS, EBD, કોર્નર સ્ટેબિલિટી કંટ્રોલ, કેમેરા સાથે રિવર્સ પાર્કિંગ સેન્સર આપેલા છે. નવી બોડીને મજબૂત સ્ટીલમાંથી તૈયાર કરાઈ છે.

કેવું હશે એન્જિન?

ટાટા ટિગોરના ફેસલિફ્ટમાં 1.2 લીટર પેટ્રોલ અને 1.05 લીટર ડીઝલ એન્જિન આપેલું છે. કારમાં રેવોટ્રોન પેટ્રોલ એન્જિન 84bHpનો પાવર અને 114Nm પિક ટોર્ક જનરેટ કરે છે, તે તેનું રેવોટોક ડીઝલ એન્જિન 69bHpનો પાવર અને 140Nm પિક ટોર્ક જનરેટ કરે છે. બંને એન્જિનને સ્ટાન્ડર્ડ રીતે 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સથી જોડવામાં આવ્યા છે.

આટલા કલર વેરિયન્ટમાં ઉપલબ્ધ

નવી ટાટા ટિગોરને ગ્રાહકો માટે ઈજિપ્ટિયન બ્લૂ, રોમન સિલ્વર, બેરી રેડ, પર્લસેન્ટ વોઈટ, ટાઈટેનિયમ ગ્રે અને એસ્પ્રેસો બ્રાઉન કલરના ઓપ્શનમાં ઉપલબ્ધ રહેશે. કારના બધા વેરિયન્ટ્સ ટાટા મોટર્સના બધા આઉટલેટ્સ પર ઉપલબ્ધ રહેશે.

(5:03 pm IST)