Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

કોલકાતાના મહાકાળી મંદિરે ભક્તો નુડલ્સ, ચોપ્સી, ભાત, શાકભાજી ચડાવે છેઃ ચીની લોકો વધુ સંખ્યામાં લે છે દર્શનનો લાભ

કોલકાતામાં મહાકાળી માતાનું એક એવું મંદિર છે. જે કાળીમાતાના અન્ય મંદિર જેવું હોવા છતાં પણ અલગ છે. મંદિરમાં અનોખો પ્રસાદ ચઢાવવામાં આવે છે. અહિ આવતા મોટાભાગના ભક્તો નૂડલ્સ, ચોપ્સી, ભાત અને શાકભાજી ચડાવે છે. અહિ દર્શનાર્થે આવતા મોટાભાગના લોકોમાં ચીની લોકોનો સમાવેશ થાય છે. કોલકાતાનું હૃદય કહેવાતા તંગરા વિસ્તારમાં ભારતીય ચાઈના ટાઉન આવેલું છે જ્યાં કાળી મંદિર આવેલું છે.

આવી રીતે થાય છે પૂજા

મંદિર બે સંસ્કૃતિમાં સદ્ભાવ વધારે છે. કાળી પૂજાના દિવસે ચીની લોકો પણ ભારતીય પડોશીઓ સાથે મળીને કાળી પૂજામાં ભાગ લેવા માટે એક દિવસ કામમાં રજા રાખીને મંદિરના પ્રાંગણમાં એકઠા થાય છે. મંદિરના પંચાવન વર્ષના ઈન્ચાર્જ એસોન ચેને જણાવ્યું કે,’કાળી મંદિરમાં પૂજા માટે લોકોમાં જવાબદારીની વહેંચણી કરવામાં આવી છે. કેટલાક લોકો સફાઈ તો કેટલાક ફૂલ અને મીઠાઈની જવાબદારી સંભાળે છે. માતાની પૂજા કરવા માટે રોજ એક પંડિતજી આવે છે. જે બન્ને સમયની આરતી કરે છે.’

રીતે ભક્ત બન્યા ચીની લોકો

મંદિરનું નિર્માણ આશરે 12 વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું. એક દંતકથા અનુસાર 60 વર્ષ પહેલા ઝાડની નીચે બે કાળા પથ્થર હતાં. સ્થાનીક લોકો પથ્થરની પૂજા કરતાં હતાં. ચાઈનીઝ લોકો પણ જોઈ પૂજા કરતાં થયાં. ચીનના એક દંપતિનો દીકરો બીમાર થયો અને માતા ઝાડની નીચે અનેક દિવસો સુધી રહીને પ્રાર્થના કરતી રહી. જેથી તેમનું સંતાન ઠીક થઈ ગયું. કારણે ચીનના સમુદાયમાં માતા પ્રતિ આસ્થા જાગી અને મંદિરમાં પૂજા કરવાની શરુ થઈ.

આવે છે અલગ પ્રકારની સુગંધ

કાળીમાતાની બે મૂર્તિઓ મંદિરમાં સ્થાપિત કરવામાં આવી. અહિ રહેતો દરેક ચાઈનીઝ પરિવાર મંદિરમાં ડોનેશન આપે છે. દિવાળી પર ચીની સમુદાયના આશરે 2000 લોકો પૂજા માટે એકઠા થાય છે. મંદિરમાં રીતિ રીવાજથી પૂજા કરવામાં આવે છે. જ્યારે ચીની સમુદાય મીણબત્તી પ્રગટાવે છે. ઉપરાંત ચાઈનીઝ ધૂપ અને સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી મંદિરમાંથી અલગ પ્રકારની સુગંધ આવે છે.

(5:01 pm IST)