Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

શિવસેનાના ધારાસભ્ય તુકારામ કાતેંવર ઉપર તલવારથી જીવલેણ હુમલો : માંડ-માંડ બચ્યા

મુંબઇ, તા.૧૩ :  શિવસેનાના ધારાસભ્ય તુકારામ કાતેંવર ઉપર અજાણ્યા લોકોએ શુક્રવાર રાત્રે તલવારથી હમુલો કરતા તેઓ માંડ-માંડ બચ્યા હતા. તેમના બોડીગાર્ડ અને બે કાર્યકર્તાઓને ઇજા પહોંચી હતી. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. તુકારામને પણ હાથમાં ઇજા થઇ હતી. પોલીસે ધારાસભ્યના નિવેદનના આધારે કેસ દાખલ કરી મામલાની તપાસ શરૂ કરી છે. (૯.૭)

(3:36 pm IST)