Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

મુંબઇમાંથી કચ્છ-જખૌના વેલેન્ટાઇન ગ્રુપનાં સીએમડી-ઉદ્યોગપતિ હર્ષદ ઠક્કર લાપત્તા થતા શોધખોળ

૧ર દિવસથી ભાળ ન મળતા ચિંતાઃ અપહરણ કે અન્ય કોઇ કારણ? અનેક તર્કવિતર્ક

ભુજ તા. ૧૩ :.. મુળ કચ્છનાં જખૌના અને ઘણા વર્ષોથી મુંબઇ સ્થાયી થયેલા વેલેન્ટાઇન ગ્રુપના સીએમડી અને ઉદ્યોગપતિ હર્ષદભાઇ ઠક્કર છેલ્લા ૧ર દિવસથી અચાનક લાપતા થઇ જતા પરિવારજનોમાં ચિંતા પ્રસરી છે અને પોલીસનો સહારો લઇને તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

 કચ્છી ઉદ્યોગપતિ હર્ષદ ઠક્કકર છેલ્લા ૧ર  દિવસથી લાપતા છે. છેલ્લે તેઓ ૨ ઓકટોબરે ઓફિસ ગયા બાદ ઘરે પરત ફર્યા નથી. શેર માર્કેટમાં થયેલા કડાકા બાદ કરોડોનું નુકસાન થયું હોવાની આશંકા વ્યકત કરવામાં આવી છે. પોલીસ દ્વારા ઉદ્યોગપિતની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

 છેલ્લા બે અઠવાડિયાથી શેર માર્કેટમાં ભારે કડાકા ધડાકા ચાલી રહ્યા છે. જેમાં હર્ષદ ઠક્કરની કંપનીના શેર એક મહિના પહેલા ૪૪૫ રૂપિયા પર ટ્રેન્ડ કરતો હતો. જે શુક્રવારે દિવસના અંતે ૧૫૪ રૂપિયાના તળિયે પહોંચી ગયો છે. તેમના પરિવારજનો દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. શંકા એવી પણ સેવવામાં આવી છે કે તેમનું અપહરણ કરવામાં આવ્યું હોઈ શકે.

હર્ષદ ઠક્કર વેલેન્ટાઈન ગ્રૂપના સીએમડી છે. સાથે આશાપુરા ઈન્ટિમેટ ફેશન લિમિટેડના માલિક હતા. સુરત અને બરોડામાં ૪ સ્ટોર પણ  આવેલા  છે. મૂળ કચ્છના જખૌ વિસ્તારના વતની હર્ષદ ભાઈએ શૂન્યમાંથી સર્જન કર્યું હતું . (પ-ર૪)

(3:35 pm IST)