Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

મોદી ભગવાન વિષ્ણુનો અગિયારમો અવતાર : ભગવાનના રૂપમાં આવા નેતા મળ્યા : ભાજપ પ્રવકતા

વિપક્ષે કહ્યું BJP પ્રવકતાએ હિન્દુ દેવતાઓનું અપમાન કર્યું છે

મુંબઇ તા. ૧૩ : ભાજપના અનેક નેતાઓ વિચિત્ર નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. મહારાષ્ટ્રના ભાજપના એક પ્રવકતાએ જણાવ્યું કે, વડાપ્રધાન મોદી ભગવાન વિષ્ણુના અગ્યારમાં અવતાર છે. મહારાષ્ટ્ર ભાજપના પ્રવકતા અવધૂત વાઘે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે, દેશનું સૌભાગ્ય છે કે અમને મોદીના રૂપમાં ભગવાન જેવા નેતા મળ્યા છે

અગાઉ તેમણે ટ્વીટર પર યદ-યદા હી ધર્મસ્ય લખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભગવાન વિષ્ણુના અગ્યારમાં અવતાર ગણાવ્યા હતા. તેઓ આ ટ્વીટ બાદ સોશ્યિલ મીડિય પર ટ્રોલ થયા હતા. હુમલો કરવા ટાપીને બેઠેલા વિપક્ષને પણ એક મુદ્દો મળી ગયો છે. પ્રદેશ કોંગ્રેસે જણાવ્યું કે, ભાજપના પ્રવકતા વાઘે હિન્દુ દેવતાઓનું અપમાન કર્યું છે.

પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા અતુલ લોંધેએ જણાવ્યું કે, આ દેવતાઓનું અપમાન છે. આવા નિવોદનો આપીને વાધ માત્ર ચર્ચામાં આવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મને નથી લાગતું કે આ ટિપ્પણીને વધુ મહત્વ આપવાની જરૂર છે. તેમનું આ નિવેદન ભાજપની આંતરિક સંસ્કૃતિના નીચલા સ્તરની ઝલક છે.

ત્યાંજ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા જિતેન્દ્ર આવ્હાડે જણાવ્યું કે, વાઘે એન્જિનીયરિંગનું શિક્ષણ શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. તેમની પાસેથી આવી ટીપ્પણી આશા નહતી. મને લાગે છે કે તેમની ડિગ્રીની તપાસ થવી જોઇએ.(૨૧.૨૭)

(3:33 pm IST)