Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

ઈરાન પાસેથી ઇંધણની આયાત કરવી કે નહીં ? : યુએસ સાથે ચર્ચા કર્યા બાદ ભારત લેશે નિર્ણંય

પીએમની અધ્યક્ષતામાં તેલ સેક્ટરની રિવ્યુ મીટિંગ યોજાઈ

નવી દિલ્હી :ઈરાન પાસેથી તેલ આયાત થશે કે નહીં. ભારત તેનો ફેંસલો અમેરિકા સાથે વાતચીત કર્યા બાદ લેશે. પીએમ મોદીની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. પેટ્રોલ ડીઝલના વધતા ભાવો અને ઈરાનમાંથી તેલ આયાત કરવા અમેરિકાના પ્રતિબંધની તારીખ નજીક આવી રહી છે ત્યારે પીએમ મોદીએ તેલ સેક્ટરની રિવ્યુ મીટિંગ કરી હતી

 પેટ્રોલિયમ, નાણા અને વિદેશ મંત્રાલય પણ આ બેઠકમાં જોડાયા હતા.સૂત્રોની માહિતી મુજબ પીએમ મોદીએ દેશમાં તેલ અને ગેસનું ઉત્પાદન વધારવા પર ભાર મુક્યો છે.ત્યા તેલ કંપનીઓ પર નાણાકીય બોજ ન નાંખવા પર પણ ચર્ચા થઈ.છે 

સૂત્રોની માહિતી મુજબ રિવ્યુ મીટિંગમાં સબમતી બની કે આ મામલે અમેરિકા સાથે વાતચીત બાદ કોઈ નિર્ણય લેવાશે. પણ ભારતનો પ્રયાસ છે કે ઈરાન સાથે તેલ આયાત ચાલુ રહે. ચાર નવેમ્બર બાદ સ્થિતિ પર મંથન માટે ઈરાન મામલા પર અમેરિકાના વિશેષ પ્રતિનિધિ બ્રાયન હુક આ અઠવાડિયામાં દિલ્હી આવી રહ્યાં છે.

(1:44 pm IST)