Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

યોગીની બેઠક બહાર ચાકુ લઇને પઢી નમાજઃ મોદી વિરૂદ્ધ નારા લગાવ્યા

લખનોૈમાં એક શખ્સના કરતુતથી પોલીસ દોડી

લખનોૈ તા.૧૩: લખનોૈ સચિવાલય એનેકસીના પંચમતલ પર ગઇકાલે સાંજે મુખ્યમંત્રી યોગી ઓફિસરો સાથે બેઠક યોજી રહયાં હતા ત્યારે એક શખ્સ એનેકસીની બહાર ચાકુ રાખીને રોડ પર નમાજ પઢી બાદમાં પીએમ મોદી અને યોગી વિરૂદ્ધ નારા લગાવ્યા પછી તે ફરાર થઇ ગયો જેને કારણે રસ્તા પર જામ થઇ ગયો હતો. જેને સીએમની સુરક્ષાની ચુક કહી શકાય.

પોલીસે તત્કાલ એફઆઇઆર નોંધી આરોપીની ધરપકડની તજવીજ હાથ ધરી છે.

ઘટના વખતે એનેકસી ગેટ પાસે અનેક પોલીસ હાજર હતી છતાં તેણે બેસીને નમાજ પઢી તથા નારેબાજી કરી હતી.(૧.૯)

(11:49 am IST)