Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

આલેલે... હજુ ૨૦૦ની નવી નોટ પૂરતી દેખાતી પણ નથી ત્યાં ડુપ્લીકેટ આવી ગઇ

૨૦૦ની નકલી નોટ ફરતા તંત્ર સાબદુ

અમદાવાદ તા. ૧૩ : હજુ તો ૨૦૦ની નોટને ચલણમાં આવ્યાને માંડ એક વર્ષ જેટલો સમય થયો ત્યાં જ ૨૦૦ની નકલી નોટો બજારમાં ફરતી થઈ છે. અમદાવાદ SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદ પ્રમાણે, શહેરની ૧૭ બેંકોમાં છેલ્લા ૩ મહિનામાં ૩,૭૫૧ નકલી નોટો જમા થઈ છે.

એક સીનિયર SOG અધિકારીના જણાવ્યા પ્રમાણે, દર ત્રણ મહિને બેંકો SOGમાં નકલી નોટો અંગેની ફરિયાદ નોંધાવે છે. જો કે આ મામલે કોઈ ધરપકડ થતી નથી કારણકે નકલી નોટો કોણ જમા કરાવી ગયું તે અંગે બેંકો પાસે કોઈ પુરાવા નથી હોતા. SOGના સૂત્રોના જણાવ્યા મુજબ, ૨૦૦ની ૨૫, ૨૦૦૦ની ૨૧૩, ૫૦૦ની ૨૫૧, ૧૦૦ની ૨,૧૪૨, ૫૦ રૂપિયાની ૧૮૦, ૨૦ રૂપિયાની ૯ અને ૧૦ રૂપિયાની ૨૨ નકલી નોટો રિકવર થઈ છે. કુલ મળીને ૩,૭૫૧ નકલી નોટોની કિંમત ૧૫,૦૪,૩૬૦ રૂપિયા થાય છે. SOGના સૂત્રોએ જણાવ્યું કે, નોટબંધી પછી પણ નકલી નોટો સકર્યુલેશનમાં છે. નકલી નોટો બેંકોમાં જમા થાય છે. સીનિયર SOG ઓફિસરે કહ્યું કે, 'નકલી નોટો જમા કરાવનારા શખ્સોની ઓળખ માટે અમે CCTV ફૂટેજ મંગાવ્યા છે. અમે બેંકોને પણ સૂચન કર્યું છે કે ડિપોઝિટર્સ પાસેથી નોટો જમા લેતી વખતે સાવચેત રહેવું.'(૨૧.૧૦)

(11:48 am IST)