Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

સુપ્રિમ કોર્ટનો ઐતિહાસિક ફેંસલોઃ આરોપી છુટી જાય તો પીડિત પણ ઉપર અપીલ કરી શકે

પીડિતે પુર્વ મંજુરી લેવાની પણ જરૂર નથીઃ કોર્ટે રઃ૧થી આપ્યો ફેંસલો

નવી દિલ્હી તા.૧૩: સુપ્રિમ કોર્ટે ગઇકાલે એક ઐતિહાસિક ફેંસલો સંભળાવતા કહયું છે કે આપરાધિક મામલામાં આરોપીને છોડી મુકવાની વિરૂદ્ધ સરકાર ઉપરાંત પીડિત પણ ઉપલી અદાલતમાં અપીલ કરી શકે છે. ન્યાયમુર્તિ એમ.બી. લોફરની અધ્યક્ષતાવાળી ૩ જજોની પીઠે રઃ૧ની બહુમતીથી આ ચુકાદો આપ્યો હતો. પીઠ આપરાધિક મામલામાં અપીલ સંબંધી CRPC ની કલમ ૩૭૨ પર સુનાવણી કરી રહી હતી. ન્યાયમુર્તિ લોકુરે પોતાના અને ન્યાયમુર્તિ નઝીરના ફેંસલામાં કહયું હતું કે એમાં કોઇ સંદેહ નથી કે કલમ ૩૭૨ના નિયમ ને જીવંત કરવામાં આવે કે જેથી કોઇ અપરાધમાં પીડિતને લાભ મળે. તો ત્રીજા જજે અસહમતી વ્યકત કરી હતી. તેમણે કહયું હતું કે આવા મામલામાં આરોપીના અધિકારોનું પણ ધ્યાન રખાવું જોઇએ.(૧.૧૦)

(11:47 am IST)