Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

# Me Tooકેસોની ચકાસણી કરવા માટે સમિતિ બનાવશે

કેન્દ્ર સરકાર એકશનમાં આવી

નવી દિલ્હી તા ૧૩ : # Me Too ચળવળને કારણે પ્રકાશમાં આવતા કિસ્સાની ચકાસણી માટે ન્યાયતંત્ર અને કાનૂની વ્યવસાયના વરિષ્ઠ મહાનુભાવોની સમિતિની  રચના કરનાર હોવાની જાહેરાત કેન્દ્ર સરકારનામહિલા અને બાળકલ્યાણ વિભાગેે કરી હતી. કેન્દ્રના મહિલા અને બાળ કલ્યાણ વિભાગનાં પ્રધાન મેનકા ગાંધીએ ગઇકાલે જણાવ્યું હતું કે ' અમે કેટલાક જજિઝને નિષ્પક્ષ અને મુકત રીતે દરેક કેસનું પરિક્ષણ કરવાની કામગીરી સોંપી છે. એ લોકો અમને આગળ કેવી રીતે વધવું એ બાબતની સલાહ આપશે.'

મહિલા અને બાળકલ્યાણ વિભાગે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર જણાવ્યું હતું કે '' કાનૂની નિષ્ણાંતોની સમિતિ નોકરી-વ્ગવસાયના સ્થળોએ જાતીય સત્તામણીની ફરિયાદો બાબતે કાર્યવાહીમાં હાલના કાનૂની અને  સંસ્થાકીય માળખાને તપાસીને એ માળખાને કેવી રીતે મજબૂત બનાવવું એની ભલામણ કરશે''

દરમ્યાન મહિલા અને બાળકલ્યાણ મંત્રાલયના એક નિવેદનમાં મેનકા ગાંધીએ વિવિધ ક્ષેત્રોમાં નોકરી-વ્યવસાયની ફરિયાદો નોંધવાનદ અનુરોધ કર્યો હતો. (૩.૧)

 

(10:17 am IST)