Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

એમેઝોનમાં ડીલ ઓફ ધી ડેમાં સ્માર્ટફોનની કિંમત ૮૬ હજારના બદલે ૫૯૯૦૦ઃ ઍસબીઆઇ ક્રેડીટ કાર્ડ તથા ઍક્સચેન્જ અોફરમાં સુવિધા

જુદી-જુદી સુવિધાવાળા મોબાઇલ-લેપટોપ પણ સસ્તા દરે મળશે

નવી દિલ્હીઃ તહેવારોની ઉજવણી, લાઈટનિંગ ડીલ્સ, બમ્પર સેલ્સ, આ બધુ તો સમય સમયે Amazon પોતાના યુઝર્સને ઓફર કરી રહે છે. જો કે આ બધા સિવાય પણ Amazon ઘણીવાર એવી ઓફર લઈને આવે છે જે ગ્રાહકો માટે શોપિંગને વધુ મનોરંજક અને રસરપ્રદ બનાવી દે છે. અહીં Amazonની Deal of the dayની વાત કરવામાં આવી રહી છે, જેમાં દરરોજ એમઝોન કોઈ ઢાસુ ઓફર્સ લઈને આવે છે. આ ઓફર્સ એવી છે કે તમે ખરીદી કરવાથી પોતાને રોકી નહીં શકો. આવો આજની 'Deal's of the Day' પર નજર કરીએ.

Samsung Note 20

Samsung Note 20ને જો તમે એમઝોનના ડીલ ઓફ ધી ડેમાં ખરીદો તો આ સ્માર્ટફોન તમને 86,000ને બદલે માત્ર 59,900 રૂપિયામાં મળી રહેશે. 256GB સ્ટોરેજવાળા આ ફોનને તમે SBI ક્રેડિટ કાર્ડથી ખરીદો છો તો તમને 1250 રૂપિયા સુધીનો વધુ ડિસ્કાઉન્ટ મળશે. આ સાથે જ આ ફોનમાં મળી રહેલા એક્સચેંજ ઓફરમાં તમને 14,200 રૂપિયા સુધીની સેવિંગ્સનો પણ લાભ મળશે.

iQOO Z3 5G

8GB RAM અને 128GB ઈન્ટર્નલ સ્ટોરેજવાળા iQOO Z3 5G આજે 24,990 રૂપિયાને બદલે 20,999 રૂપિયામાં મળી રહેશે. જો તમે SBIનું ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો તમને 1250 રૂપિયાનું એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ પણ મળશે. એમઝોન પે ICICI બેંક ક્રેડિટ કાર્ડથી તમને 5 ટકા સુધી કેશબેક પણ મળશે. એક્સચેંજ ઓફરમાં તમે 16,200 રૂપિયા સુધીની સેવિંગ્સ કરી શકશો.

HP CHROMEBOOK x360 TOUCHSCREEN LAPTOP

14 ઈંચની સ્ક્રિનવાળા આ પટલા અને હલ્કા લેપટોપ પર તમે આજે 5638 રૂપિયાની બચત કરી શકો છો. 36,358 રૂપિયાને બદલે 30,990 રૂપિયામાં મળશે. SBI ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરતા તમને 1750 રૂપિયાનું એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ પણ મળશે. આ સાથે જ એમઝોન પે ICICI બેંકના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવા પર તમને 3-5 ટકા સુધી કેશબેક પણ મળી શકે છે. એક્સચેંજ ઓફરમાં તમને 18,250 રૂપિયા સુધીની બચત કરી શકો છો.

ASUS TUF GAMING F15 LAPTOP

NVIDIA GeForce GTX 1650 4GB Graphicsવાળા 80,990 રૂપિયાના આ લેપટોપ પર તમને 25,000 રૂપિયાનો ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યો છે. જેથી તેની કિંમત ઘટીને 55,990 રૂપિયા થઈ જશે. જો તમે SBIનું ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો તમને 1750 રૂપિયા સુધીની બચત થશે. એમઝોન પે ICICI બેંકના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવા પર તમને 3-5 ટકા સુધી કેશબેક પણ મળી શકે છે. એક્સચેંજ ઓફરમાં તમને 18,250 રૂપિયા સુધીની બચત કરી શકો છો.

TRUKE BUDS S1

TRUKEના આ ઈયરબડ્સ નોઈઝ કેન્સલેશન અને 10 કલાક સુધીના પ્લેટાઈમ સાથે આવે છે. 4000 રૂપિયાને બદલે આ ઈયરબડ્સ તમને 1498 રૂપિયામાં મળી રહેશે. SBI ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ આપવા પર તમને 1250 રૂપિયા સુધીનો 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે. એમઝોન પે ICICI બેંકના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવા પર તમને 3-5 ટકા સુધી કેશબેક પણ મળી શકે છે.

(5:01 pm IST)