Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

સહેલાણીઓ માટે અનોખી ભેટ

સ્વર્ગનો અહેસાસ કરાવતી ભારતની સૌપ્રથમ લકઝુરીયસ ક્રુઝનું બુકીંગ ૧૮ સપ્ટેમ્બરથી શરૂ

IRCTC દ્વારા કાર્ડેલીયા ક્રુઝ સાથે ટાઇ-અપ કરાયું: ૨૦ હજારથી માંડીને ૫૦ હજાર રૂપિયા સુધીના પેકેજ. : શરૂઆતમાં મુંબઇથી ગોવા, દિવ, લક્ષદ્રીપ, કોચી તથા શ્રીલંકાના ટુરીસ્ટસ પ્લેસ ઉપર જઇ શકાશે. : ક્રુઝમાં રેસ્ટોરન્ટ, સ્વીમીંગ પુલ, બાર, ઓપન સિનેમા, થિયેટર કિડસ એરીયા, જીમ, મેડીકલ જેવી અનેક ફેસેલિટીઝ ઉપલબ્ધ. : કોરોના વેકિસનના બંને ડોઝ લીધા હોય તેઓને જ એન્ટ્રી અપાશે. : WWW.IRCTCTOURISM.Com ઉપર ઓનલાઇન બુકીંગ થઇ શકશે.(૨૩.૩)

રાજકોટ, તા.૧૩: ભારત સહિત  સમગ્ર વિશ્વના ફરવાના શોખીન સહેલાણીઓ માટે દરીયા-મહાસાગર વચ્ચે લકઝુરીયસ ફ્રુઝનો લ્હાવો મેળવવો એ એક સ્વપ્ન હોય છે. ટાઇટેનિક, સુપર સ્ટાર વર્ગો, સ્ટાર જેમીનીથી માંડીને અનેક રજવાડી જહાજો વિશે આપણે સૌ જાણીએ છીએ કે પછી પીકચર-મૂવીમાં જોતા હોઇએ છીએ. એક વખત ક્રુઝ ઉપર જઇને આવ્યા હોય તો પણ આપણે વારંવાર જવાનું મન થતું હોય છે.

સહેલાણીઓનું આ સપનું હવે ભારતમાં પણ પૂર્ણ થવા જઇ રહ્યું છે. સહેલાણીઓ માટે અનોખી ભેટ સમાન અને સ્વર્ગનો અહેસાસ કરાવતી ભારતની સૌપ્રથમ ઇન્ડીજીનીયસ લકઝરી ક્રુઝનું ઓનલાઇન બુકીંગ તા.૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ શરૂ થઇ રહ્યું છે. બુકીંગ કરાવવા માટે (www.IRCTCTOURISM.Com) ઉપર જઇ શકાય છે.

આ લકઝુરીયસ ક્રુઝ સંદર્ભે ઇન્ડિયન રેલ્વે કેપ્ટરીંગ એન્ડ ટુરીઝમ કોર્પોરેશન લિમિટેડ (IRCTC) દ્વારા કોર્ડેીયા ક્રુઝ નામની પ્રાઇવેટ કંપની સાથે ટાઇ-અપ કરવામાં આવ્યું છે. જેમાં હાલમાં શરૂઆતના ફેઝમાં મુંબઇથી ઉપડી આ લકઝુરીયસ ક્રુઝ અલગ-અલગ ડેસ્ટીનેશન્સ ઉપર સફર કરશે, જેમાં ગોવા, દિવ, લક્ષદ્વીપ, કોચી-કેરાલા વિગેરેનો સમાવેશ થાય છે ત્યારબાદ મે-૨૦૨૨માં સેકન્ડ ફેઝમાં ચેન્નઇથી સફર શરૂ કરશે જેમાં શ્રીલંકાના વિવિધ ડેસ્ટીનેશન્સ કોલંબો, ગાલે, ટ્રીન્કોમાલી,જાફના વિગેરેનો સમાવેશ થાય છે. ક્રુઝમાં રેસ્ટોરન્ટ, સ્વીમીંગ પુલ, બાર, ઓપન સિનેમા, થિયેટર, કિડસ એરીયા, જીમ, મેડીકલ જેવી અનેક ફેસેલિટીઝ ઉપલબ્ધ હશે.

ક્રુઝની જર્ની દરમ્યાન સરકારના નીતિ-નિયમોના પાલનરૂપે કોવિડ ગાઇડ લાઇન્સનો ભંગ ન થાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. ક્રુઝ ઓપરેટરના નિયમ મુજબ જે પેસેન્જરે કોરોના વેકિસનના બંને ડોઝ લીધા હશે તેઓને જ અંદર એન્ટ્રી આપવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. (નિતિ-નિયમોમાં સંજોગોવસાત ફેરફાર હોઇ શકે છે.)

ભારતની સૌપ્રથમ લકઝુરીયસ ક્રુઝ લાઇનરનો અસામાન્ય લ્હાવો લેવા માટે હાલમાં વિવિધ પેકેજીસ ઉપલબ્ધ છે. જેની ઉપર એક નજર કરીએ તો

 ક્રુઝ વિકેન્ડર નામનો ૫ રાત્રે ૬ દિવસનો પેકેજ ૨૩૪૬૭ રૂપિયા (પ્રતિ વ્યકિત)થી શરૂ થાય છે.

 કેરાલા ડીલાઇટ નામના ૨ રાત્રીના દિવસના પેકેજીસ પ્રતિ વ્યકિત ૧૯૮૯૮ રૂપિયાથી શરૂ થાય છે.

 સનડાઉનર ટુ ગોવા નામના ૨ રાત્રી ૩ દિવસના પેકેજ ૨૩૪૬૭ રૂપિયાથી શરૂ થાય છે.

 લક્ષદ્વીપ માટેના ૫ રાત્રી ૬ દિવસના ક્રુઝ પેકેજીસ ૪૯૭૧૫ રૂપિયાથી શરૂ થાય છે. (હાલમાં તમામ પેકેજીસ મુંબઇ બેઝડ છે) (સંજોગોવસાત્ કિંમતોમાં ફેરફાર શકય છે.) તો ચાલો, થઇ જાવ તૈયાર ભારતની ભવ્ય સંસ્કૃતિને જોવા, માણવા અને અનુભવવા માટે અને એ પણ કોઇક વખત શાંત અને કોઇક વખત ઘુઘવતા મહાસાગર વચ્ચે રજવાડી અને સ્ટાઇલિશ જહાજમાં. ભારતમાં પણ લકઝુરિયસ ક્રુઝ કલ્ચર હવે ડેવલપ થઇ રહ્યું છે ત્યારે ફોરેન ટૂર દરમ્યાન સૌથી વધુ આકર્ષણ ધરાવતી ક્રુઝનો અનુભવ ઇન્ડિયામાં પણ સહેલાણીઓ કરી શકશે.

(3:43 pm IST)