Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

Jioના ૩ ધમાકેદાર પ્લાનઃ ૧૧ મહિનાની વેલિડિટી અને ડેટા સહિત મળશે અન્ય સુવિધાઃ ૭૪૯ રૂપિયાથી શરૂ

નવી દિલ્હીઃ તા.૧૩ : રિલાયન્સ જિયો પાસે લાંબી અવધિના ઘણાં પ્લાન છે. જેથી આજે  તમને રિલાયન્સના ૩ ખાસ પ્લાન વિશે જણાવીશું. જેમાં વારંવાર રિચાર્જ કરાવવાની ઝંઝટ નહીં રહે.

જિયોના ૧૧ મહિના સુધી ચાલનારા પ્લાન વિશે જણાવી રહ્યાં છે. આમાં ફ્રી કોલિંગની સાથે ૫૦૪ GB ડેટા સહિત ઘણી સુવિધાઓ મળે છે.

૭૪૯ રૂપિયાનો પ્લાન

કંપની ૭૪૯ રૂપિયાનો બીજો પ્લાન ઓફર કરી રહી છે, જેની સાથે JioPhone મફતમાં મળશે. જોકે, આ પ્લાન ફકત એ યુઝર્સ માટે છે જે પહેલાથી જ JioPhoneનો ઉપયોગ કરી રહ્યાં છે. આ પ્લાન ૧૪૯૯ રૂપિયાના પ્લાન જેવો જ છે. આમાં પણ એક વર્ષ માટે તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ, અને દર મહિને ૨ જીબી ડેટા મળે છે. એકવાર ડેટા લિમિટ પૂરી થઈ જાય પછી સ્પીડ ઘટીને ૬૪ Kbps થઈ જશે.

૧૨૯૯ રૂપિયાનો પ્લાન

રિલાયન્સ જિયોનો ૧,૨૯૯ રૂપિયાનો પ્લાન સૌથી બેસ્ટ છે. Jioના આ પ્લાનમાં ૩૩૬ દિવસ (૧૧ મહિના)ની વેલિડિટી મળે છે. આમાં ૨૪GB ડેટા મળે છે, ડેટા લિમિટ ક્રોસ કર્યા બાદ તેની સ્પીડ ૬૪ Kbps થઈ જાય છે. આ રિચાર્જ પ્લાનમાં કોઈપણ નેટવર્ક પર ફ્રી કોલિંગ સુવિધા પણ ઉપલબ્ધ છે. પ્લાનમાં ૩,૬૦૦ SMS મળે છે. આ સાથે, Jio યુઝર્સ માટે JioTV, JioCinema, JioSaav જેવી Jio એપ્લિકેશન્સનું એકસેસ મળે છે.

૨૧૨૧ રૂપિયાનો પ્લાન

રિલાયન્સ જિયોનો ૨૧૨૧ રૂપિયાનો પ્લાન સૌથી બેસ્ટ છે. Jioના આ પ્લાનમાં ૩૩૬ દિવસ (૧૧ મહિના)ની વેલિડિટી મળે છે. આમાં ૫૦૪ GB ડેટા મળે છે, ડેટા લિમિટ ક્રોસ કર્યા બાદ તેની સ્પીડ ૬૪ Kbps થઈ જાય છે. આ રિચાર્જ પ્લાનમાં કોઈપણ નેટવર્ક પર ફ્રી કોલિંગ સુવિધા પણ ઉપલબ્ધ છે. પ્લાનમાં રોજ ૧૦૦ SMS મળે છે. આ સાથે, Jio યુઝર્સ માટે JioTV, JioCinema, JioSaavn જેવી Jio એપ્લિકેશન્સનું એકસેસ મળે છે.

(3:36 pm IST)