Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

સવારે લેહના અલ્ચીમાં અનુભવાયા ભૂકંપના આંચકા : રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.6ની નોંધાઈ

કેન્દ્ર ભારતના જમ્મુ – કાશ્મીર લેહના 89 કિમી દક્ષિણ -પશ્ચિમ પર અને સપાટીથી 5 કિલોમીટરની ઊંડાઈએ

જમ્મુ -કાશ્મીરના લેહ નજીક સોમવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે આમાં કોઈ પણ પ્રકારની જાનહાનીના સમાચાર નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, સોમવારે સવારે જમ્મુ- કાશ્મીર નજીક લેહમાં 4.2 ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. એજન્સીના જણાવ્યા અનુસાર, ભૂકંપ તેનું કેન્દ્ર ભારતના જમ્મુ – કાશ્મીર લેહના 89 કિમી દક્ષિણ -પશ્ચિમ પર હતું. ભૂકંપ સપાટીથી 5 કિલોમીટરની ઊંડાઈએ ભારતીય સમય અનુસાર સવારે 9:16 વાગ્યે આવ્યો હતો.

(12:47 pm IST)