Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

તાલિબાને પહેલા અફઘાન સૈનિકને મોતને ઘાટ ઉતાર્યોઃ પછી કાપેલું માથું લઈને જશ્ન મનાવ્યો : વિડિયો વાયરલ

તાલિબાને અફઘાનિસ્તાનની સત્ત્।ા સંભાળતી વખતે શાંતિની મોટી મોટી વાતો કરી હતી પરંતુ તે બધુ પોકળ સાબિત થઈ રહ્યું છે

કાબુલ,તા.૧૩:  તાલિબાને અફઘાનિસ્તાનની સત્ત્।ા સંભાળતી વખતે શાંતિની મોટી મોટી વાતો કરી હતી પરંતુ તે બધુ પોકળ સાબિત થઈ રહ્યું છે. તાલિબાનીઓનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે અફઘાન સૈનિકનું માથું વાઢીને જશ્ન મનાવતા જોવા મળી રહ્યા છે. ૩૦ સેકન્ડના આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે તાલિબાની એક સૈનિકનું માથું વાઢીને પોતાના હાથમાં લઈ પરેડ કરી રહ્યા છે.

આ વીડિયો શનિવારે સામે આવ્યો હતો. આ દિવસે જ તાલિબાનના પ્રવકતાએ દાવો કર્યો હતો કે તેઓ હિંસક નથી અને તેમની સરકારમાં મહિલાઓના અધિકારનું સન્માન કરવામાં આવશે. વાયરલ વીડિયોમાં તાલિબાનીઓ મુજીહિદ્દીનની બૂમો પાડી રહ્યા હતા અને અફઘાન સૈનિકનું માથું વાઢીને પોતાના લઈ જશ્ન મનાવી રહ્યા હતા.

વીડિયોમાં પાંચ આતંકીઓ હથિયારો સાથે સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે. જયારે એકના હાથમાં તો લોહીથી ખરડાયેલા બે ચાકૂ છે. મૃતક વ્યકિતએ ડર્ક ગ્રીન યુનિફોર્મ પહેર્યો હતો. જેથી કરીને અંદાજો લગાવી શકાય છે કે તે અફઘાનિસ્તાનનો સૈનિક હતો. હકીકતમાં અમેરિકી સેનાએ જ આ યુનિફોર્મ અફઘાન સેનાને આપ્યો હતો. વચ્ચે વચ્ચે તાલિબાનીઓ પોતાના સુપ્રીમ લીડર જિંદાબાદના નારા લગાવી રહ્યા હતા.

અફઘાનિસ્તાન પર કબજા બાદથી તાલિબાનની ક્રુરતાના સમાચાર રોજે રોજ આવી રહ્યા છે. આ અગાઉ તેમણે એક ગર્ભવતી મહિલાને તેના પરિવાર સામે જ મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ ઉપરાંત તાલિબાનીઓએ અફઘાન પોલીસ ચીફને પણ નિર્દયતાથી મારી નાખ્યા હતા. અત્રે જણાવવાનું કે તાલિબાન અમેરિકી સેનાને મદદ કરનારા અફઘાનીઓને વીણી વીણીને સજા આપી રહ્યું છે. 

(10:22 am IST)