Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

નીરજ ચોપરા, શ્રીજેશ આવશે 'કૌન બનેગા કરોડપતિ' શોમાં

મુંબઇ,તા. ૧૩: ટોકયો ઓલિમ્પિક ગેમ્સ-૨૦૨૦માં મેડલ જીતનાર ભારતના બે એથ્લીટ્સ બોલીવુડ મહાનાયક અમિતાભ બચ્ચન દ્વારા સંચાલિત લોકપ્રિય ટીવી શો 'કૌન બનેગા કરોડપતિ'માં ઉપસ્થિત થવાના છે. સોની ટીવી ચેનલે તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પેજ પર આની જાણ કરતું એક ટીઝર શેર કર્યું છે.

જેવેલીન થ્રો (ભાલા ફેંક) રમતમાં સુવર્ણ ચંદ્રક જીતનાર નીરજ ચોપરા અને કાંસ્ય ચંદ્રક વિજેતા પુરૂષોની હોકી ટીમના ગોલકીપર પી.આર. શ્રીજેશ 'કૌન બનેગા કરોડપતિ' શોના વિશેષ શોમાં હોટસીટ પર બેસવાના છે.

આ સ્પેશિયલ શો આવતા શુક્રવારે પ્રસારિત કરવામાં આવશે.

(10:19 am IST)