Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

દિલ્હી પાસે યમુનામાં ડૂબ્યા બાળકો, ત્રણના કરુણ મોત

એક કિશોરને હોસ્પિટલ ખસેડાયો : પોલીસે જણાવ્યુ કે ગણેશ વિસર્જનમાં સામેલ થવા આવેલા બાળક પાણીની ગહેરાઈનો અંદાજો લગાવામાં નાકામ રહ્યા

નવી દિલ્હી,તા.૧૨  :  દિલ્હીના વજીરાબાદ યમુનામાં દર્દનાક ઘટના થઈ છે. યમુના નદીમાં ૩ બાળકોના ડૂબવાથી મોત નીપજ્યા જ્યારે એક બાળકને સુરક્ષિત બચાવી લેવાયા. વિજય રાઠોર નામના બાળકને પાણીમાંથી કાઢીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકના નામ શિવમ, વિવેક અને વિજય છે. શિવમની ઉંમર ૧૨ વર્ષ, વિવેકની ઉંમર ૧૫ વર્ષ અને વિજય ૧૭ વર્ષનો હતો. પોલીસે જણાવ્યુ કે તેમને ૫.૩૦ વાગે પીસીઆર કોલ આવ્યો. ઘટનાની જાણકારી મળવા પર પોલીસે તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી ચલાવી. ૯ વાગ્યા સુધી ચાલેલા રેસ્ક્યુ ઑપરેશનમાં ૮ ગોતાખોરોને સામેલ કરવામાં આવ્યા હતા અને ઘટના સ્થળે બે ડીએફની ગાડીઓ તૈનાત કરવામાં આવી.

         જોકે રેસ્ક્યુ ઑપરેશનમાં હજુ સુધી બાળકના મૃતદેહની જાણકારી મળી નથી. પોલીસે જણાવ્યુ કે ગણેશ વિસર્જનમાં સામેલ થવા આવેલા બાળક પાણીની ગહેરાઈનો અંદાજો લગાવવામાં નાકામ રહ્યા અને ઝડપી વહેણમાં આવી ગયા. મૃતદેહને કાઢવા માટે બીજુ ઑપરેશન પણ ચલાવવામાં આવશે. એક અધિકારીએ જણાવ્યુ, જ્યારે તેમણે મદદ માટે બૂમો પાડવાનુ શરૂ કર્યુ ત્યારે ઘટના સ્થળે હાજર કેટલાક લોકોને જલ્દી જ પીસીઆરને બોલાવી, ઘટના બાદ મૃત બાળકોના પરિજનોમાં માતમનો માહોલ છે. દિલ્હીમાં આજે સવારથી વરસાદ પણ થઈ રહ્યો છે. રાજધાનીમાં વર્ષ ૧૯૪૪ બાદ સૌથી વધારે વરસાદ પડ્યો છે જેનાથી એક સદીમાં સૌથી વધારે વરસાદવાળો સપ્ટેમ્બર મહિનો બની ગયો.

(9:31 pm IST)