Gujarati News

Gujarati News

News of Sunday, 13th September 2020

પાકમાં વિદેશી મહિલા સાથે દુષ્‍કર્મથી મોટો પાયે બબાલ : પાકિસ્‍તાન ફરી એકવાર અસુરક્ષિત જગ્‍યા સાબિત થયું લોકો ફિટકાર વરસાવી રહ્યા છે

લાહૌર, : પાકિસ્તાનમાં બાળકોની સામે જ વિદેશી મહિલા પર ગેંગરેપ થયો હતો. એ પછી ફરિયાદ કરવા ગયેલી મહિલા સાથે તપાસ અિધકારીએ ગેરવર્તન કર્યું હતું અને ગેંગરેપ બદલ તેને જ જવાબદાર ગણાવી હતી. એ પછી પાકિસ્તાનમાં ભારે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે.

પાકિસ્તાનમાં એક વિદેશી મહિલા પર ગેંગરેપ થયો હતો. બાળકોની સામે જ તેને કારમાંથી ખેંચીને નરાધમોએ દુષ્કૃત્ય કર્યું હતું. મહિલાએ ફરિયાદ નોંધાવી ત્યારે તપાસ અિધકારીએ તેને જ રેપ બદલ જવાબદાર ગણાવી હતી.

એ પછી પાકિસ્તાનમાં ભારે વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે. ગુસ્સે થયેલા લોકોએ રસ્તા પર ઉતરીને પ્રદર્શનો કર્યા હતા. ખાસ તો મહિલાઓએ આઝાદીની માગણી સાથે દેખાવો કર્યા હતા. ચોમેરથી ઘેરાયા પછી પાકિસ્તાનની પોલીસે 15 આરોપીઓને ઝડપી લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

મીડિયા રીપોર્ટ્સ પ્રમાણે લાહોરની નજીક આ ઘટના બની હતી. ફ્રાન્સની એક મહિલા તેના બે બાળકો સાથે લાહોરથી ગુજરાનવાલા તરફ જઈ રહી હતી. અંધારૂં ઘેરાઈ ગયું હતું અને એ વખતે જ કાર બંધ પડી ગઈ હતી.

એ દરમિયાન નરાધમો આવ્યા અને કારના કાચ તોડીને મહિલાને કારમાંથી ખેંચી લીધી. બાળકોની સામે જ નરાધમોએ એ મહિલાને પીંખી નાખી હતી. લાહોર ઉપરાંત ઘણાં નાના-મોટા શહેરમાં એ મહિલાને ન્યાય અપાવવા માટે મહિલાઓ બેનર લઈને રસ્તા ઉપર ઉતરી ગઈ હતી.

(2:29 pm IST)