Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

માત્ર 1 રૂપિયામાં ઈડલી વેચતી હતી કમલલતા વીડિયો વાયરલ થતાં મળ્યું એલપીજી કનેક્શન

આનંદ મહિંદ્રાએ મંગળવારે આ વીડિયો શેર કરી કેપ્શન લખ્યું, 'આ એ વિનમ્ર કહાનીઓમાંની એક છે

તમિલનાડૂના કોયંબટૂર જિલ્લાની 80 વર્ષની એક મહિલાની અદમ્ય સેવા ભાવનાએ લોકોનું દિલ જીતી લીધું છે. જેમાં સત્તાધારી લોકો પણ છે. માત્ર 1 રૂપિયામાં ઈડલી વેચતી આ વૃદ્ધ મહિલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો તો એકજ દિવસમાં તેને એલપીજી કનેક્શન મળી ગયું.

કમલલતાની વાત સોશિયલ મીડિયામાં એક જંગલની આગની જેમ ફેલાઈ ગઈ અને આવું ત્યારે થયું જ્યારે મહિંદ્રા સમૂહના અધ્યક્ષ આનંદ મહિંદ્રાએ કમલલતાનો એક સાદી ઝૂંપડીમાં ઈડલી બનાવતો વીડિયો પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કર્યો. હતો

આનંદ મહિંદ્રાએ મંગળવારે આ વીડિયો શેર કરી કેપ્શન લખ્યું, 'આ એ વિનમ્ર કહાનીઓમાંની એક છે, જે તમને આશ્ચર્યચકિત કરે છે, કે તમે જે પણ કઈં કરો છો એ શું આ કમલલતાના એક અંશ જેટલું પણ છે. મેં જોયું કે, તેઓ હજી પણ ચૂલાનો ઉપયોગ કરે છે. જો કોઇ તેમને ઓળખતું હોય તો, હું તેમના આ વ્યાપારમાં રોકાણ કરવા ઇચ્છીશ અને તેમના માટે એલપીજી ઈંધણ અને ગેસ સ્ટવ ખરીદીને આપીશ.'

(1:16 pm IST)