Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

દિલ્હી યુનિ, વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં એબીવીપીનો ત્રણ સીટ પર વિજય :સચિવપદ માટે એનએસયુઆઇના આકાશ ચૌધરી વિજેતા

 

નવી દિલ્હી : દિલ્હી યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘ ચૂંટણીમાં આરએસએસના છાત્ર સંઘ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે 4માંથી 3 સીટો પર વિજય મેળવ્યો છે છાત્ર એકમ એનએસયુઆઇને એક સીટ મળી હતી. એબીવીપી ઉમેદવાર અંકિવ બસોયા અધ્યક્ષ, શક્તિસિંહ ઉપાધ્યક્ષ અને જ્યોતિ ચૌધરીએ સંયુક્ત સચિવ પદ પર જીત પ્રાપ્ત કરી છે

 જયારે એનએસયુઆઇના આકાશ ચૌધરીએ સચિવ પદ પર જીત નોંધાવી હતી. અધ્યક્ષ પદ પર એનએસયુઆઇનાં સન્ની છીલ્લરને એબીવીપીના અંકિત બસોયાએ 60 મતથી હરાવ્યો. જ્યારે ઉપાધ્યક્ષ પદ પર એબીવીપી ઉમેદવાર શક્તિસિંહે 8500 મત સાથે જીત પ્રાપ્ત કરી છે. સંયુક્ત સચિવ પદ પર પરિષદની જ્યોતી ચૌધરીએ 1700 મતથી જીત પ્રાપ્ત કરી છે.

(11:04 pm IST)