Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

ડીએમકે નેતાએ મહિલા સાથે કરેલ મારામારી : તપાસ શરૂ

સલુનમાં મારામારીનો વિડિયો સપાટી ઉપર આવ્યો : સમગ્ર કેસ સપાટી ઉપર આવ્યા બાદ ડીએમકેમાંથી અંતે હકાલપટ્ટી થઇ : પોલીસે કેસ નોંધીને અટકાયત પણ કરી

ચેન્નાઈ, તા. ૧૩ : સત્તા અને તાકાતના નશામાં ચૂર રહેતા નેતાઓની હરકતના અનેક વિડિયો વારંવાર સપાટી ઉપર આવતા રહે છે પરંતુ હવે કરૂણાનિધિના પુત્ર સ્ટાલિનના નેતૃત્વમાં ડીએમકેના એક નેતાએ એ વખતે તમામ હદ પાર કરી દીધી હતી જ્યારે તે એક સલુનમાં મહિલા પર મારામારી પર ઉતરી આવ્યા હતા. સલુનમાં આ નેતાએ મહિલા પર હિંસક હુમલો કરી દીધો હતો. આ ઘટના આશરે ચાર મહિના જુની તમિળનાડુમાં પેરંબલુરની છે જેના સીસીટીવી ફુટેજ હવે સપાટી પર આવ્યા છે. ફોટામાં પૂર્વ ડીએમકે લીડર સેલ્વાકુમાર મહિલા સાથે મારામારી કરતા નજરે પડી રહ્યા છે. મહિલા વારંવાર રોકાઈ જવા માટે ચેતવણી આપી રહી છે પરંતુ તે મહિલા ઉપર અમાનવીયરીતે હુમલો કરી રહ્યા છે. બીજી બાજુ મારામારીનો ઘટનાક્રમ ઘણા સમય સુધી ચાલ્યો હતો. મહિલાએ બચાવના પણ પ્રયાસ કર્યા હતા. ૨૫મી મે ૨૦૧૮ના દિવસે આ ઘટના સપાટી ઉપર આવી હતી પરંતુ વિડિયો હવે સપાટી ઉપર આવ્યો છે. બનાવ બાદ પોલીસે સેલ્વાકુમારની ધરપકડ કરી લીધી છે. સાથે સાથે ડીએમકેમાંથી પણ તેમની હકાલપટ્ટી કરી દેવામાં આવી છે. પોલીસ સમગ્ર મામલામાં તપાસ કરી રહી છે. ડીએમકેના નેતા મહિલા પર અત્યાચાર અને મારામારી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા બાદથી ડીએમકેની પ્રતિષ્ઠાને મોટો ફટકો પડ્યો છે. કરૂણાનિધિના અવસાન બાદ ડીએમકે પાર્ટીની જવાબદારી હવે સ્ટાલિન ઉપર આવી ગઈ છે. આવી સ્થિતિમાં ડીએમકેના કોઇપણ નેતાઓના કૃત્યના લીધે સ્ટાલિનની પ્રતિષ્ઠાને મોટો ફટકો પડશે. ડીએમકેના નેતાના સંદર્ભમાં મહિલાઓ પણ વ્યાપક ફરિયાદ કરી હતી. પોલીસ ટીમ દ્વારા હજુ સુધી કેસ નોંધ્યા બાદકોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. વિતેલા વર્ષોમાં નેતાઓના અનેક વિડિયો સપાટી પર આવ્યા છે પરંતુ આ પ્રકારના કૃત્યનો આ પ્રથમ વિડિયો છે.

(7:23 pm IST)