Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

ન્યુઝ એજન્સીએ પીએમ મોદીના નામ સાથે ચેડા કરી અપશબ્દ લખી નાખતા હોબાળો

      નવી દિલ્હી : એક ટોચની પ્રાઇવેટ ન્યુઝ એજન્સીએ ગઇકાલે તેની એક કોપીમાં ગંભીર ભુલ કરી છે અને પીએમ મોદી ના નામ સાથે અપશબ્દ લખ્યા છેઃ જો કે બાદમાં ન્યુઝ એજન્સ્ીએ એ સ્ટોરી પરત ખેંચી લીધી હતી અને કહ્યું હતું કે, ભૂલથી આમ થઇ ગયું હતું: અનેક મીડિયા હાઉસે પીએમ મોદીના નામ સાથે લખાયેલ અપશબ્દની કોપી પબ્લીશ પણ કરી હતીઃ સમાચાર ગઇકાલે કેન્દ્રીય કેબીનેટે ખેડૂતલક્ષી લીધેલ નિર્ણય અંગેના હતાં જેમાં મોદીના નામ પાછળ અપશબ્દ લખાયેલો માલુમ પડયો હતોઃ અનેક મીડિયા હાઉસે ન્યુઝ એજન્સીએ મોકલેલ અનએડીટેડ વર્ઝન પ્રસિદ્ધ પણ કરી નાખ્યું હતું: બાદમાં ન્યુઝ એજન્સીએ વિવિધ તંત્રીઓને વાત કરી એ સ્ટોરી ન છાપવા વિનંતી કરી હતી અને કહયું હતું કે અમે એ સ્ટોરી પાછી ખેંચી લીધી છે તમે પણ પાછી ખેંચો બાદમાં એ એજન્સીએ દિલગીરી પણ વ્યકત કરી હતી.

(4:02 pm IST)