Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

ગુગલ-વોટ્સએપ દ્વારા સામાન્ય લોકો સુધી પહોંચશે કોંગ્રેસ

રાહુલગાંધીએ બે મિનિટ કાઢીને એક ફોર્મ ભરવા કરી અપીલઃ પક્ષની નિતિઓ અને સરકારની નિષ્ફળતાઓની જાણકારી આપશે

નવીદિલ્હી, તા.૧૩: સામાન્ય લોકો સુધી પહોંચવા માટે કોંગ્રેસ 'ગુગલ' અને 'વોટ્સએપ'ની મદદ લેશે. લોકો સુધી વાત પહોંચાડવા અને સરકારની વિફળતાઓ વિશે સીધી જાણકારી આપવા માટે પક્ષે મહિમ શરૂ કરી દીધી છે. તેના માટે પક્ષ લોકો પાસે એક ફાર્મ ભરાવી રહી છે. તેની સાથે વોટ્સએપ માટે પક્ષે ૯૨૦૫૩૩૧૩૫૫ પર જોડાવાની અપીલ કરી છે.

 કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેના ફેસબુક પેઇઝ પર લખ્યું છે. પક્ષ લોકોની સાથે તેમનો સંવાદ યોગ્ય બનાવાના પ્રયત્નનો કરશે. તેથી બે મિનિટનો સમય કાઢીને આ ફોર્મ ભરે અને અમને તમને સમજવાનો મોકો આપે તેની સાથે કોંગ્રેસની ગતિવિધિઓની નિયમિત જાણકારી મેળવવા માટે ૯૨૦૫૩૩૧૩૫૫ પર હેલો લખીને જોડાય.

પક્ષ સાથે જોડવા માટે કોંગ્રેસેજે ઓનલાઇન ફોર્મ બહાર પાડયું છે. તેમાં રાજય, પસંદીદા ભાષા અને ઇમેઇો આઇડી આપવી પડશે. તે ફોર્મ સીધું કોંગ્રેસ તેમજ સોશિયલ મીડિયા ટીમની પાસે જશે. ત્યારબાદ સોશિયલ મીડિયાની ટીમ મેળવવાની ગતિવિધિઓ વિશે આપ-લે કરશે.આ મુહિમ લોકસભા સુધી ચાલશે કોંગ્રેસનો હેતું છે કે આ મુહિમ દ્વારા વધુ થી વધુ લોકો સુધી પહોંચી શકાશે તેનો વાસ્તવિક હેતું સામાન્ય લોકો સુધી પહોંચવાનો છે. રણનીતીકારનું માનવું છે. કે ગુગલ અને વોટ્સએપ દ્વારા પક્ષ તેમની વાત ઓછા સમયમાં વધુ લોકો સુધી પહોંચાડી શકે છે.

(3:57 pm IST)