Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

એપલની નવી સીરીઝ iPhone Xs, iPhone Xs Max અને iPhone XR બજારમાં

આઇફોન (એકસઆર) આ ત્રણેય ફોનમાં સૌથી સસ્તો રૂ. ૭૬,૯૦૦માં ભારતીય માર્કેટમાં ઉપલબ્ધઃ યુઝર્સ ફેસટાઇમ કોલમાં એનીમોજી બનાવી શકશેઃ આ ફોનમાં સૌથી વધુ સુરક્ષીત ફેશિયલ રિકગ્નીશન (ચહેરા ઓળખતા) ફિચર્સ હોવાનો એપલનો દાવોઃ વોઇસ કમાન્ડ સાથે અનેક ફંકશન્સઃ મશીન લર્નીગ ૯ ગણા વધુ ઝડપીઃ એપલ વોચ સીરીઝ (ફોર)માં ૩ નવા હાર્ટ ફિચર્સ (લો હાર્ટ રેઇટ, હાર્ટ રિધમ, ઇસીજી): ર૯,૦૦૦ થી ૩૬,૦૦૦ સુધીની કિંમત

રાજકોટ, તા., ૧૩: ઘણા મહિનાથી લીકસના સમાચાર બાદ એપલે બુધવારના રોજ કેલિફોર્નિયાના સ્ટીવ જોબ્સ થિએટરમાં નવા આઇફોન્સ લોન્ચ કર્યા છે. આ નવા આઇફોન સિરીઝમાં iPhone Xs, iPhone Xs Max અને iPhone XR નો સમાવેશ છે. iPhone XR આ ત્રણેય ફોનમાં સૌથી સસ્તો છે. આ ઉપરાંત નવી એપલ વોચ 4 પણ લોન્ચ કરાઇ છે

iPhone Xs અને iPhone Xs Max

iPhone Xs માં 5.8 ઇંચ સુપર રેટિના ઓલેડ ડિસ્પ્લે છે. સ્ક્રીનની ડેનસીટી 458 પીપીઆઇ છે. આ આઇફોન 60 ટકા વધુ ડાયનૈમિક રેન્જ સાથે ઉપલ્બધ છે. નવા iPhone Xs Max માં  6.5 ઇંચ સુપર રેટિના ઓલેડ ડિસ્પ્લે છે. સ્ક્રીનની પિકસલ ડેનસીટી 458 પીપીઆઇ છે. તેમાં 3 ડી ટચ, ટૈપ ટુ અવેક જેવા ફિચર્સ છે.

આ બન્ને આઇફોન્સમાં આપવામાં આવેલ છે 12   બાયોનિક ચીપમાં મશીન લર્નીંગ ફીચર્સ આપવામાં આવ્યા છે, જેનો ઉપયોગ કરી યુઝર ફેસટાઇમ કોલમાં એનિમોજી બનાવી શકે છે. એપલનો દાવો છે કે તેમાં સૌથી વધુ સુરક્ષિત ફેશિયલ રેકગ્નિશન ફીચર છે. નવા એપલ આઇફોન્સમાં એ૧૨ બાયોનિક પ્રોસેસર છે જે 7 નેનોમીટર ચીપ સાથે જોડાયેલ છે. આ આઈપી 68 રેટિંગ સાથે આવી રહ્યા છે, એટલે પાણી અને માટીથી તેને નુકસાન નહીં પહોંચે. નવા આઈફેન્સમાં ન્યૂ ગોલ્ડ ફિનિશ છે. કનેકિટવિટી માટે બ્લુટુથ 5.0, ગીગાબિટ-કલાસ એલટીઇ, પહેલાથી વધુ સારી રીતે વાયરલેસ ચાર્જિંગ જેવી ફિચર્સ આપવામાં આવ્યા છે.

નવા આઇફોન્સમાં અનેક સિરી શોર્ટકટ્સ પણ છે જેથી યુઝર્સ ફકત વોઈસ કમાન્ડ્સ સાથે અનેક ફંકશન્સ પૂરા કરી શકશે. એપલે જણાવ્યું કે નવા આઇફોન્સમાં આપવામાં આવેલ મશીન લર્નિંગ 9 ગણા વધુ ઝડપી છે. કંપનીએ નવા આઇફોન્સમાં આગ્યુમેન્ટેડ રિએલિટી આધારિત ફિચર્સ પણ આપ્યા છે. તેમાં એઆર કિવક લૂક જેવા ફીચર્સ સામેલ છે. આઇફોન XS માં સ્ટિરિયો સાઉન્ડ રેકોર્ડ કરવા માટે ચાર ઇનબિલ્ટ માઇક્રોફોન્સ છે.

એપલે ઇવેન્ટની શરૂઆતમાં એપલ વોચ સીરિઝ ૪ લોન્ચ કરી

આઇફોન Xs અને આઇફોન Xs મેકસ માં અપર્ચર એફ/1.8 સાથે 12 મેગાપિકસલ વાઇડ-એંગલ કેમેરા અને 12 મેગાપિકસલ ટેલિફોટો કેમેરા છે. કેમેરા સાથે પહેલાથી વધુ સારી ટ્રુ-ટોન ફલેશ મળશે. શ્રેષ્ઠ ફોટોગ્રાફી માટે ઈમેજ સિંગ્નલ સેન્સર, ડેપ્થ કંટ્રોલ સાથે પોર્ટ્રેટ મોડ, એડવાન્સ્ડ બોકેહ અને નવો સ્માર્ટ એચડીઆર મોડ પણ છે. આ ફોન્સમાં સેલ્ફી માટે 7 મેગાપિકસલનો ટ્રુડેપથ કેમેરા છે.

બેટરી લાઇફની વાત કરીએ તો એપલ ઇવેન્ટમાં જણાવાયું કે આઇફોન XS માં છેલ્લા આઈફોન X ની સરખામણીમાં 30 મિનિટ વધુ બેટરી લાઇફ મળશે. આઇફોન XS કેટલાક બજારોમાં ડ્યુઅલ સીમ કનેકિટવિટી સાથે લોન્ચ કરવામાં આવશે.

કિંમત અને સ્ટોરેજ

આઇફોન XS અને XS મેકસમાં 64 જીબી, 256 જીબી અને 512 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ મળશે. આઇફોન XS ની કિંમત 799 ડોલરથી શરૂ થાય છે, જયારે આઇફોન XS મેકસની કિંમત 1099 ડોલરથી શરૂ થાય છે. આ બન્ને આઇફોન્સ ભારતમાં 28 સપ્ટેમ્બરના રોજ ઉપલબ્ધ છે.

ભારતમાં કિંમત

એપલ આઈફોન એકસસની ભારતમાં કિંમત 76900 રૂપિયાથી શરૂ થશે. એપલ આઈફોન Xs મેકસની કિંમત 109,900 રૂપિયાથી શરૂ થશે

આઇફોન XR

નવા આઇફોન XR માં 6.1 ઇંચ એલસીડી ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યુશન 1292x828 પિકસેલ છે. યુઝર્સને તેમાં 3ડી ટચનો લાભ નહીં મળે. આઇફોન XRમાં પણ બાકી બંને આઇફોન્સ જેમ એ૧૨ બાયોનિક પ્રોસેસર છે. ફોનમાં ફેસઆઇડી, ટચ ટૂ વેકઅપ અને ડ્યુલ સિમ જેવા ફિચર્સ છે. ફોટોગ્રાફી માટે ફોનમાં અપર્ચર એફ/1.8, ફોકસ પિકલેસ સાથે 12 મેગીપિકસલનો સિંગલ રિયર કેમેરા છે. તેમાં સ્માર્ટ એચડીઆર, ડેપ્થ કંટ્રોલ સાથે પોર્ટ્રેટ મોડ, એડવાન્સ્ડ બોકેહ અને વિડીયોઝમાં એકસ્ટેન્ડેડ ડાયનામિક રેન્જ જેવા ફિચર્સ છે.

કિંમત અને સ્ટોરેજ

આઇફોન XR નો ઓર્ડર 19 ઓકટોબરથી શરૂ થશે અને 26 ઓકટોબરથી તેના સેલનો પ્રારંભ થશે. આઇફોન XR ની કિંમત 749 ડોલરથી શરૂ થશે. આઇફોન XR 64 જીબી, 256 જીબી અને 512 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજમાં મળશે.

ભારતમાં કિંમત

આઇફોન XRની ભારતમાં કિંમત 76900 રૂપિયાથી શરૂ થશે.

એપલ વોચ સિરીઝ ૪

એપલે ઇવેન્ટની શરૂઆતમાં એપલ વોચ સીરિઝ 4 પણ લોન્ચ કરી છે. એપલની આ આ નવી ઘડિયાળ ઘણાં બધા નવા સ્માર્ટ ફિચર્સ સાથે લોંચ કરવામાં આવી છે. એપલની નવી વોચ સીરીઝમાં ત્રણ નવા ‘હાર્ટ ફીચર' - લો હાર્ટ રેટ, હાર્ટ રિદમ અને ઈસીજી આપવામાં આવ્યું છે. ઇસીજી ફીચર દ્વારા તમે તમારા હાર્ટ હેલ્થ ચેક કરી શકો છો. આ નવી વોચમાં 30 ટકા મોટી સ્ક્રીન આપવામાં આવી છે. સાથે સાથે તેને યૂઝર માટે રીડિઝાઇન કરવામાં આવી છે. નવી વોચની સાઇઝદ 44mm છે. જીપીએસ સાથે એપલ વોચ સીરીઝ 4 ની કિંમત 399 ડોલર (લગભગ 29 હજાર રૂપિયા) થી શરૂ થાય છે. તો બીજી તરફ LTE વેરિયન્ટની કિંમત 499 ડોલર (લગભગ 36 હજાર રૂપિયા) હશે. એપલે ઇવેન્ટની શરૂઆતમાં એપલ વોચ સીરિઝ 4 લોન્ચ કરી

(3:55 pm IST)
  • તાપી:કાકરાપાર પોલીસ મથકમાં નોંધાયેલ 12 વર્ષીય બળા સાથેનો દુષ્કર્મ મામલો:બાળકીની માતા દ્વારા બાળકીના પિતા અને અન્ય એક વ્યક્તિ પર કરાઈ હતી બળાત્કાર ની ફરિયાદ: બાળકીએ સુરત સિવિલમાં હાલ થોડા દિવસ અગાઉ આપ્યો હતો બાળકને જન્મ:બાળકના ડીએનએ શકમંદો સાથે ટેસ્ટ કરતા થયો ખુલાસો:શકમંદ પિતા અને અન્ય એક ઈસમના ડીએનએ બાળક સાથે મેચ ન થયા:પોલીસે વધુ તપાસ હાથ ધરી access_time 12:03 am IST

  • અમદાવાદમાં વેપારીનું અપહરણ- લૂંટ : ૧૦ લાખની ખંડણીની માંગ? : અમદાવાદના વસ્ત્રાપુરમાં વેપારીનું અપહરણ કરી બે શખ્સોએ લૂંટ ચલાવી હોવાનું જાણવા મળે છે : વેપારીએ મહિલાને લીફટ આપ્યા બાદ આ ઘટના બની હોવાનું બિનસત્તાવાર જાણવા મળે છે : અપહરણકારોએ રિવોલ્વરની અણીએ લૂંટ ચલાવી વેપારીને પણ ઉપાડી ગયા : ૧૦ લાખની ખંડણીની માંગ કરી છે. access_time 3:44 pm IST

  • વડોદરામાં રાફેલ મુદ્દે કોંગ્રેસની રેલી યોજાઈ :શાહિદ ભગતસિંહ ચોકથી નીકળી રેલી:રેલીમાં રાફેલનું મોડલનું પ્રદશન :પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રેલીમાં લીધો ભાગ:કલેક્ટરને આપ્યું આવેદન access_time 11:57 pm IST