Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

દેશના પાંચ રાજ્યોમાં એકસાથે યોજાશે ચૂંટણી : ઈલેક્શન કમિશનનો મોટો નિર્ણંય

છત્તિસગઢમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે: તેલંગાણાના રિપોર્ટ ચૂંટણી પંચને સોંપશે

નવી દિલ્હી :ચૂંટણી પંચ મધ્ય પ્રદેશ, મિઝોરમ, રાજસ્થાન છત્તીસગઢ અને તેલંગાણામાં એક સાથે ચૂંટણી માટે તૈયારી કરી રહ્યુ છે.જે પ્રક્રિયા ડિસેમ્બરના બીજા સપ્તાહમાં પૂર્ણ થઈ શકે છે. ચૂંટણી પંચના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે, છત્તિસગઢમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે.

 તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણી માટે વિશેષ તૈયારી શરૂ કરવામાં આવી છે.  તેલંગાણામાં ચૂંટણીની સ્થિતની સમિક્ષા કરવા માટે ચૂંટણી પંચના અધિકારીઓએ તેલંગાણાની મુલાકાત લીધી છે. ચૂંટણી પંચના અધિકારીઓ એક રિપોર્ટ તૈયાર કરીને ચૂંટણી પંચને સોંપશે

   અત્રે ઉલ્લેખનીય છે કે તેલંગાણામાં વિધાનસભાનો ભંગ થતાની સાથે તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણીનો સળવળાટ શરૂ થયો છે. જ્યારે કે, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં કોંગ્રેસ અને ભાજપે ચૂંટણી પ્રચાર માટે કમરકસી છે.

(1:19 pm IST)