Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

દેશના સાત રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી

ઉત્તર અને પૂર્વોત્તરના રાજ્યમાં વરસાદની આગાહીના પગલે વહીવટી તંત્ર એલર્ટ

નવી દિલ્હી :હવામાન વિભાગે દેશના સાત રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ ઉત્તર પ્રદેશ સહિત ઉતરાખંડમાં ભારે વરસાદ પડી શકે છે.

 ઉત્તર અને પૂર્વોત્તરના રાજ્યમાં વરસાદની આગાહીના પગલે વહીવટી તંત્રને એલર્ટ રહેવાના આદેશ અપાયા છે હિમાચલ પ્રદેશમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.તા,14 અને 15 સપ્ટેમ્બરના રોજ વરસાદ પડી શકે છે.

 ઉત્તર પ્રદેશમાં પડેલા ભારે વરસાદના કારણે અત્યાર સુધીમાં અનેક લોકોના મોત થયા છે. જેથી હવામાન વિભાગની આગાહી બાદ તમામ જિલ્લા અધિકારીઓને એલર્ટ રહેવાના આદેશ આપવામાં આવ્યા છે.

 

(1:03 pm IST)