Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

પાકિસ્તાનની સુપ્રિમ કોર્ટે હાફિસ સઈદને આપી મોટી રાહત: હટાવ્યો પ્રતિબંધ

કરાચી :26/11 મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદના સંગઠન જમાત-ઉદ-દાવા અને તેના સહયોગી સંગઠન ફલાહી ઈન્સાનિયત ફાઉન્ડેશનને પાકિસ્તાન સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે.અત્રે  ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનની સરકારે હાફિઝ સઈદ પર પ્રતિબંધ લગાવ્યો હતો. તેમજ તેની ઘણી સંસ્થાઓ પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પણ પ્રતિબંધ લગાવી દીધા હતા.

(12:49 pm IST)