Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

મેં સેંન્ટ્રલ હોલમાં માલ્યાને જેટલી સાથે મળતા જોયા:કોંગ્રેસ નેતાએ કર્યો દાવો

દેશની બેંકો માથે કરોડોનું ફૂલેકું ફેરવી ફરાર થનાર વિજય માલ્યાએ બુધવારે લંડનમાં એક નિવેદન આપતા ભારતીય રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. માલ્યાએ દાવો કર્યો છે કે, ભારત છોડતા પહેલા તે નાણામંત્રી જેટલીને મળ્યો હતો. ત્યારે કોંગ્રેસના નેતા પીએલ પુનિયાએ પણ દાવો કર્યો છે કે, તેણે અરૂણ જેટલી અને વિજય માલ્યાને ગૃહના સેન્ટ્રલ હોલમાં મળતા જોયા હતા.

(12:44 pm IST)