Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

હૈ... મિસ્ડ કોલથી ભાજપના કાર્યકર બનેલા ર કરોડ લોકો 'લાપતા' : ઘટીને સભ્યો થયા ૯ કરોડ, છતાં સૌથી વધુ

ભાજપે ર૦૧પમાં મોટાપાયે ચલાવ્યું હતું સભ્યપદ અભિયાનઃ મિસ્ડ કોલ કરનારના ફોન કનેકટ ન થયા અથવા તો સભ્યપદ કન્ફર્મ ન થયું

નવી દિલ્હી, તા. ૧૩ : દુનિયામાં સૌથી મોટો રાજકીય પક્ષ હોવાનો દાવો કરનાર ભાજપાની સભ્ય સંખ્યા ૧૧ કરોડ નહીં પણ ૯ કરોડ જ છે. હવે કારણ એવું આપવામાં આવ્યું છે કે ૯ કરોડ સભ્યો વેરીફાઇ થઇ ગયા છે. આંકડો ઓછો થવાનું કારણ એ છે કે મીસ્ડ કોલ કરીને જે લોકો સભ્ય બન્યા હતાં તેમાંથી બે કરોડના ફોન કાં તો મળ્યા નથી અથવા તેનું સભ્યપદ કન્ફર્મ નથી થયું.સુત્રો અનુસાર પક્ષે ર૦૧પમાં મોટા પાયે સભ્યપદ અભિયાન ચલાવ્યું હતું જેના હેઠળ સભ્યપદ મેળવવા ઇચ્છુક લોકોએ એક ખાસ ટેલીફોન નંબર પર મીસ્ડ કોલ કરવાનો હતો પછી પક્ષે મીસ્ડ કોલ કરનારાઓની જાણકારી મેળવીને તેમનું સભ્યપદ કન્ફર્મ કરવાનું હતું. પક્ષના સુત્રોનું કહેવું છે કે તે વખતે પક્ષ પાસે ૧૧ કરોડનો આંકડો હતો. આ આંકડાઓ સાથે ભાજપાએ વિશ્વની સૌથી મોટી રાજનૈતિક પાર્ટી હોવાનો દાવો કર્યો હતો. જોકે પછી મીસ્ડ કોલ કરનારા કેટલાક સભ્યોના ફોન કનેકટ નહોતા થયા. જયારે કેટલાક એવા પણ હતા તેમણે એક ને બદલે બે કે ત્રણ વાર મીસ કોલ કર્યા હતા. આ ઉપરાંત કેટલાક એવા પણ હતા જેનું વેરીફીકેશન નહોતું થઇ શકયું. (૮.૪)

 

(11:37 am IST)