Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

તમારો મોબાઇલ તમને બહેરા-નપુંસક બનાવી શકે છે

સાવધાન... આખો દિ' મોબાઇલ ઉપર ચોંટયા ન રહોઃ મોબાઇલ રેડિએશન જીવલેણઃ એમ્સમાં પ વર્ષથી થતાં સ્ટડીના પ્રારંભિક તારણો ચોંકાવનારા

નવી દિલ્હી તા. ૧૩ :.. લાંબા સમય સુધી મોબાઇલ ફોનના ઉપયોગથી શરીરમાં બીમારી પેદા કરવાવાળા જૈવિક ફેરફારો થાય છે એમ્સ અને ઇન્ડીયન કાઉન્સીલ ઓફ મેડિકલ રિસર્ચે એક અભ્યાસ બાદ આવો દાવો કર્યો છે.

ર૦૧૩ થી દિલ્હી - એનસીઆરના ૪પ૦૦ લોકો પર થઇ રહેલા અભ્યાસના પ્રારંભિક પરિણામોના આધારે કહેવાય છે કે મોબાઇલ ફોનનો વધુ ઉપયોગ કરવાથી સાંભળવાની ક્ષમતા અને બાળકો પેદા કરવાની ક્ષમતા ઉપર અસર પડે છે. ધ્યાનમાં કમીની સાથે હાઇપરટેન્શન જેવી સમસ્યા થઇ શકે છે. આ અભ્યાસમાં સામેલ ડોકટરો કહે છે કે એ નકકી છે કે મોબાઇલ રેડીએશનની માઠી અસર પડે છે તેથી જયાં સુધી સભા હોય તેનો ઓછો ઉપયોગ કરવો.

ઇન્ડીયન મેડીકલી કાઉન્સીલ ઓફ મેડીકલ રિસર્ચના ડો. શર્મા કહે છે કે એમ્સમાં ચાલી રહેલા આ અભ્યાસના અંતિમ પરિણામો આપવવામાં ૩ થી ૪ વર્ષ લાગશે તે પછી અમે કહી શકશુ કે મોબાઇલ રેડીએશન કેટલુ ખતરનાક છે. જો કે ડબલ્યુએચઓ પહેલા જ મોબાઇલ થી કેન્સર થવાનું કહી ચુકેલ છે પણ આવું ૧૦-૧પ વર્ષ સુધી મોબાઇલ ફોનના ઉપયોગથી થાય છે.

ડો. શર્માનું કહેવું છે કે, અભ્યાસના પ્રારંભીક તારણોમાં મોબાઇલ ના વધુ ઉપયોગથી લોકોના શરીરમાં ફેરફારો દેખાય છે. જે જેટલો વધુ ઉપયોગ કરે છે તેમાં એટલી વધુ પરેશાની જોવા મળી છે જે ચિંતાની વાત છે.

(11:30 am IST)