Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

છત્તીસગઢમાં કોંગ્રેસના ધારાસભ્યો-નેતાઓ બળદગાડા સાથે વિધાનસભા પહોંચ્યા:અનોખો વિરોધ પ્રદર્શન

પોલીસે રોક્યા તો બેરીકેટ્સ હટાવી આગળ વધ્યા :કાર્યકરોની સાથે બળદગાડામાં ભોજન લીધું

 

છત્તીસગઢ ચૂંટણી પહેલા રાજ્યમાં કોંગ્રેસ પેટ્રોલ અને ડીઝલની વધી રહેલી કિંમતોનો મુદ્દો જોરશોરથી ચગાવી રહી છે. જે અંતર્ગત છત્તીસગઢ વિધાનસભાના વિશેષ સત્રના બીજા દિવસે કોંગ્રેસના ધારાસભ્યો અને નેતાઓ બળદગાડા સાથે વિધાનસભા પહોંચ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્યોએ પેટ્રોલ અને ડીઝલની ઉંચી કિંમતો, મોંઘવારી સામે અનોખુ વિરોધ પ્રદર્શન કર્યુ હતું . દરમિયાન ધારાસભ્યોને પોલીસે વીઆઇપી સર્કલ પર રોક્યા હતા. પરંતુ ધારાસભ્યો પોલીસના બેરીકેડ્સ હટાવીને આગળ વધી ગયા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાયપુર ગ્રામીણ બેઠકના ધારાસભ્ય સત્યનારાણય શર્માએ તો કાર્યકરોની સાથે બળદગાડા ઉપર ભોજન લીધુ હતુ.

(12:00 am IST)