Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

પાઇલોટ સહિત તમામ મહિલા કર્મચારીઓ સાથેની એર ઇન્‍ડિયાની સેવાઓથી અમેરિકન મહિલા વૈજ્ઞાનિક પ્રભાવિતઃ ન્‍યુયોર્કથી ન્‍યુદિલ્‍હી સુધીના સરળ અને કોઇપણ જાતની તકલીફ વગરના ઉડાન, તથા શ્રેષ્‍ઠ સેવાઓ સાથે સમયસર લેન્‍ડીંગ બદલ મહિલા કર્મચારીઓને બિરદાવ્‍યા

ટેકસાસઃ પાઇલોટ સહિત તમામ મહિલા કર્મચારીઓ સાથેની અમેરિકાના ન્‍યુયોર્કથી ન્‍યુદિલ્‍હીની એર ઇન્‍ડિયાની ફલાઇટની સેવાઓથી પ્રભાવિત થયેલા અમેરિકાના સંશોધક મહિલાએ બેહદ પ્રશંસા કરી છે.

સરળ ઉડાન અને કોઇ પણ જાતની તકલીફ વિનાનું લેન્‍ડીંગ સહિતની તમામ સુવિધાઓથી પ્રભાવિત થયેલા આ અમેરિકન મહિલા સાયન્‍ટીસ્‍ટ ડો.કિસ્‍ટીન લેગારએ ટિવટર દ્વારા મહિલા કર્મચારીઓની પ્રશંસા કરી તમામ યાત્રિકોને સમયસર દિલ્‍હીમાં લેન્‍ડીંગ કરાવવા બદલ ખુશી વ્‍યક્‍ત કરી બિરદાવ્‍યા હતા.

આ અમેરિકન સંશોધક મહિલા યુનિવર્સિટી ઓફ ટેકસાસમાં સિનીયર રિસર્ચર છે

(10:17 pm IST)